બિહારના મંત્રી અશોક ચૌધરી ખુરશી છીનવાઇ શકે છે
પટણા: બિહાર સરકારમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે હવે તેમના પર ખુરશી જવાનો ખતરો છવાયો છે. હકીકતમાં તેમના મંત્રી પદ પર નિયુક્તિને પડકાર આપનારી અરજીને પટણા હાઇકોરટે સ્વીકાર કરી છે હાઇકોર્ટે આ અરજી પર ૧૯ જુલાઇએ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
હકીકતમાં અરજીકર્તાએ અશોક ચૌધરીના મંત્રી પદને લઇ પડકાર આપ્યો છે અરજીકર્તાના વકીલ દીનુકુમારે કહ્યું કે હાઇકોર્ટમાં આ પડકાર ભારતીય બંધારણની ધારા ૧૬૩(૧) હેઠળ આપવામાં આવ્યો છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે અશોક ચૌધરી વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોવા છતાં બિનબંધારણીય રીતે મંત્રી બન્યા છે અરજીતર્તાના વકીલ દીનુ કુમારે અશોક ચૌધરીને મંત્રી બનાવવાના નિર્ણયને ગેરબંધારણીય બતાવ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે અશોક ચૌધરીનો વિધાન કોર્પોરેટરનો કાર્યકાળ છ મે ૨૦૨૦ના રોજ સમાપ્ત થઇ ગયો હતો આમ છતાં તે ૫ નવેમ્બર ૨૦૨૦ સુધી મંત્રી પદ પર બની રહ્યાં જયારે બિહાર સરકારે બીજીવાર તેમને ૧૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ મંત્રી પદની સોગંદ કરાવી દીધા ત્યારબાદ ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ રાજયપાલે અશોક ચૌધરીને વિધાન પરિષદના સભ્યના રૂપમાં મનોનીત કર્યા રાજયપાલના કવોટાથી વિધાન પરિષદના સભ્ય મનોનીત થવું પણ ગેરબંધારણીય છે.