Western Times News

Gujarati News

સરકારના વિચારોને અસરકારક તરીકે સામે રાખવામાં આવે

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીપરિષદના સંસદના આગામી મોનસૂન સત્ર માટે તૈયાર થઈ આવવા કહ્યું છે.સૂત્રોના જણાવ્યાનુંસાર કેન્દ્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ મંત્રીઓને પોતાનું ‘હોમવર્ક’ કરવા અને સત્ર દરમિયાન સરકારના વિચારોને અસરકારક તરીકે સામે રાખવા માટે કહ્યું છે.

પીએમ મોદીએ તમામ મંત્રીઓને ખાસ કરીને નવા મંત્રીઓને કહ્યું કે સંસદ અને પોતાના મંત્રાલયોના નિયમોની જાણકારી સમજી લો અને તેને સારી રીતે જાણી લો. પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં મંત્રાલયો સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ ભલે રાજ્ય મંત્રી આપે પરંતુ કેબિનેટ મંત્રીઓની પણ જવાબ દેહી પણ રહેશે. હંમેશાની જેમ પ્રધાનમંત્રી મોદીએ પોતાના તમામ મંત્રીઓનેન નિર્દેશ આપ્યો છે કે સંસદમાં રોસ્ટર ડ્યૂટીના સમયે તે જરુરી ઉપસ્થિતિ રહે. કોઈ મંત્રી રોસ્ટર ડ્યૂટીના સમયે ગેરહાજર ન રહે.

પ્રધાનમંત્રીની સાથે બેઠક દરમિયાન સંસદીય પ્રક્રિયાઓ અને નિયમો પર સ્વાસ્થ્ય મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને સંસદીય કાર્ય મંત્રાલય તરફથી પ્રેજન્ટેશન પણ આપવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેજન્ટેશનમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોનું કારણ જણાવવામાં આવ્યું. આ સમસ્યાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના રેવેન્યૂની વહેંચણીની જાણકારી આપવામાં આવી. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રેજન્ટેશનમાં કોવિડ ૧૯ની સ્થિતિ, દવા અને રસીની હાલની સ્થિતિની જાણકારી આપવામાં આવી. ઓક્સિજન સપ્લાય માટે સરકારના પગલાની જાણકારી આપવામાં આવી છે. ૧૯ જુલાઈથી સંસદનું મોનસૂન સત્ર શરુ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સંસદનું સત્ર ૧૯ જુલાઈથી શરુ થઈ ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે આ સત્રમાં રજુ થનારા ૧૭ નવા ખરડાને યાદી બદ્ધ કર્યા છે. ૬ અન્ય ખરડા બન્ને ગૃહમાં અને સંસદીય સમિતિઓની સામે વિભિન્ન ચરણોમાં અટવાયેલા છે. સંસદ સત્ર દરમિયાન સવાલોના જવાબ આપવા ઉપરાંત રાજ્ય મંત્રી, કેબિનેટ મંત્રીની ગેરહાજરીમાં ખરડો રજુ કરવામાં આવે છે. હાલમાં મંત્રી મંડળમાં ફેરફાર બાદ કેન્દ્રીય મંત્રીપરિષદની આ બીજી બેઠક હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.