પાક.અધિકૃત કાશ્મીરમાં ઇમરાન સરકારની વિરૂધ્ધ જબરજસ્ત પ્રદર્શન
ગિલગિત: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જનતા સેનાના અત્યાચારની સાથે જ હવે સરકારની નીતીઓનનો પણ શિકાર થઇ રહ્યાં છે ઇમરાન સરકારે ૨૦૨૧ના બજેટમાં સૌથી ઓછા નાણાં ફાળવ્યા છે તેનાથી સરકારની વિરૂધ્ધ વિરોધ પક્ષો અને જનતા બંન્ને જ સરકારની વિરૂધ્ધ થઇ ગયા છે.સરકારની બેવડી નીતિની વિરૂદ્ધ વિરોધ પક્ષોએ મોરચો ખોલી દીધો છે. વિરોધ પક્ષોની સાથે અત્યાચાર પીડિત જનતા પણ સામેલ થઇ ગઇ છે.
ડોન અખબારના જણાવ્યા નુસાર ૨૦૨૧ના બજેટમાં ગિલગિત બાલ્ટિસ્તાનને સૌથી ઓછા નાણાં ફાળવવામાં આવતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ જનતાના સહયોગથી અહીં મોટું આંદોલન શરૂ કર્યું છે વિરોધ પક્ષોની સાથે હજારો લોકોએ ગિલગિત સ્કાર્દૂ અને ગાંચે જીલ્લા સહિત અનેક સ્થાનો પર જબરજસ્ત પ્રદર્શન કર્યા હતાં અને ટાયરોમાં આગ લગાવી દીધી હતી અને કારોકોરમ રાજમાર્ગ સહિત અનેક સ્થાનો પર રસ્તો જામ કરી દીધો હતો અને અહીંના મુખ્યમંત્રી ખાલિદ ખુર્શીદ ખાનની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
ગિલગિત બાલ્ટિસ્તાન (જીબી) વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમજદ હુસૈને ભારપૂર્વક કહ્યું હતું કે નાણાંની ફાળવણીમાં ભેદભાવ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે નાણાં વિતરણમાં વિરોધ પક્ષોના સભ્યોની ઉપેક્ષા કરવામાં આવી છે તેમણે સરકારને ધમકી આપતા કહ્યું કે જાે પાકિસ્તાન તહરીક એ ઇસાફ સરકાર(ઇમરાન ખાન)ે પોતાની નીતીની સમીક્ષા નહીં કરી તો તે વિરોધને વધુ તેજ કરશે