Western Times News

Gujarati News

વેક્સિન લઈ ચૂકેલા ૫૦ ટકા પુખ્ત વયના લોકો પણ સંક્રમિત

લંડન: બ્રિટન ફરી એકવાર કોરોનાની ઝપટમાં આવી ગયું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે વેક્સિન લઈ ચૂકેલા પુખ્ત વયના લોકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણના ૪૨,૩૦૨ નવા કેસ નોંધાયા છે અને ૪૯ લોકોનાં મોત થયાં છે. બુધવારે આ માહિતી સરકારી ડેટામાંથી મળી છે.

આ ૧૫ જાન્યુઆરીથી સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. ૫૫,૭૬૧ કેસ નોંધાયા છે. મંગળવારે કોવિડ-૧૯ના ૩૬,૬૬૦ કેસ નોંધાયા હતા અને ૫૦ દર્દી મૃત્યુ પામ્યા હતા. કેસોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે યુકેના મોટા ભાગનાં ક્ષેત્રોમાં સોમવારથી તમામ લોકડાઉન પ્રતિબંધોને હટાવાઇ રહ્યા છે.

કોરોના મહામારીમાં ઈન્ડોનેશિયાની સ્થિતિ પણ વિકટ બની રહી છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૫૪૫૧૭ કેસ નોંધાયા છે અને ૯૯૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલાં એક દિવસમાં ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા હતા. નવા કેસ પાછળ આરોગ્ય વિભાગે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો છે.
બ્રિટનના આરોગ્યમંત્રી સાજિદ જાવિદે જાહેરાત કરી કે બ્રિટનમાં બે તૃતીયાંશ પુખ્ત વયના લોકોને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ વેક્સિનના બંને ડોઝ મળી

ગયા છે. અમે લગભગ એક અઠવાડિયામાં અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ એક મોટી સિદ્ધિ છે. આગળ આવેલા દરેકનો આભાર. વેક્સિન એ વાયરસ સામેની આપણી ઢાલ છે.

બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનના સિનિયર વાયરસ ટ્રેકિંગ નિષ્ણાત, પ્રો. ટિમ સ્પેક્ટર કહે છે કે બ્રિટનમાં મહામારીની ત્રીજી લહેરની પીક આવી ગઈ છે. સંક્રમણના કુલ કેસોના ૮૭.૨ ટકા હિસ્સો તે પુખ્ત વયના લોકોનો છે, જેમને વેક્સિન મળી ગઈ છે. ૬ જુલાઈના રોજ ૧૨,૯૦૫ એવા લોકોમાં વાયરસ મળ્યો જેમને વેક્સિન આપવામાં આવી હતી. આમાંથી સ્પષ્ટ છે કે ૬ જુલાઇના રોજ મળી આવેલા કુલ દર્દીઓમાંથી ૫૦ ટકા એવા લોકોમાં જાેવા મળ્યા હતા કે જેમની વેક્સિન આપવામાં આવી હતી.

પ્રો. સ્પેક્ટરનું અનુમાન છે કે આવનારા સમયમાં આ ગ્રાફ હજી વધુ વધી શકે છે. પ્રો. સ્પેક્ટરે ચેતવણી આપી છે કે હજુ પણ મહામારીને અટકાવવા માટે ખૂબ કાળજી રાખવાનો સમય છે.સાઉથ ટાઇનેસાઇડ કાઉન્સિલના જાહેર આરોગ્ય નિયામક પ્રો. ટોમ હોલ કહે છે કે બ્રિટનમાં આવેલી ત્રીજી તરંગમાં જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તે લોકોમાં પણ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં આવનારા સાત દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોને અપીલ છે કે તેઓ કોરોના નિયમોનું પાલન કરે, જેથી વાયરસને ફેલાતો રોકી શકાય.
નિયમોનું પાલન કરવામાં કોઈપણ પ્રકારની બેદરકારી પરિસ્થિતિને વધુ વણસી શકે છે.

આ અગાઉ ૬ જુલાઈએ એક જ દિવસમાં ૩૩ હજાર નવા દર્દીઓ મળી આવ્યા હતા. વેક્સિન ન લીધેલા બ્રિટનના નાગરિકોમાં લક્ષણવાળા સંક્રમણમાં ૨.૪ટકાનો ઘટાડો થયો છે.૫ જુલાઈએ ૨૦,૯૭૩ દર્દી મળી આવ્યા હતા, જે ૬ જુલાઈએ ઘટીને ૨૦,૪૮૭ પર આવી ગયા હતા. નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી સમયમાં દરરોજ ત્રણ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહેશે, જે મુશ્કેલીઓ ઊભી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.