સીરિયલ બાલિકા વધૂ ફેઇમ સુરેખા સીકરીનું નિધન
નવી દિલ્હી: નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા સુરેખા સીકરી હવે આપણી વચ્ચે નથી રીહ. ૭૫ વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થઇ ગયું છે. પ્રખ્યાત ટીવી સીરિયલ ‘બાલિકા વધૂ’ અને ફિલ્મ ‘બધાઇ હો’માં દાદીની ભૂમિકા અદા કરનારી એક્ટ્રેસ સુરેખા સીકરીનું નિધન થઇ ગયુ છે. તેમનાં મેનેજરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.
સુરેખા સીકરીનાં મેનેજરે જણાવ્યું કે, આજે સવારે તેમણએ અંતિમ શ્વાસ લીધા છે. બીજા બ્રેઇન સ્ટ્રોક બાદ તેઓ તેમનાં સ્વાસ્થ્યથી ઘણાં પરેશાન હતાં. તેમને પહેલી વખત વર્ષ ૨૦૧૮માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમને પેરાલિસિસનો અટેક આવ્યો હતો. તે બાદ તેઓ સ્વસ્થ થયા પણ વધુ કામ ન કરી શક્યાં. ગત વર્ષે બીજી વખત તેમને સ્પેટમ્બર ૨૦૨૦માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની તબિયત ઘણી બગડી હતી
ઇજાલ માટે તેમણે આર્થિક મદદ પણ માંગી હતી. સુરેખા સીકરી થિએટર, ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમણે ૩ વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચુક્યો છે. આ પુરસ્કાર તેમને ફિલ્મ તમસ (૧૯૮૮), મમ્મો (૧૯૯૫) અને બધાઇ હો (૨૦૧૮) માટે મળ્યો હતો. ૬૬માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં એક્ટ્રેસ સુરેખા સીકરીએ ફિલ્મ ‘બધાઇ હો’માં દાદીનો યાદગાર રોલ અદા કર્યો હતો જે માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
સુરેખા સીકરી જ્યારે વ્હીલચેર પર એવોર્ડ લેવાં પહોંચ્યાં તો. તેમનાં સન્માનમાં લોકોએ ઉભા થઇને તાળીઓ પાડી હતી. એવોર્ડ મેળવ્યાં બાદ સુરેખાએ કહ્યું હતું કે, હું દિલથી ખુબજ ખુશ છું. અને આ ખુશી મિત્રો અને પરિવાર સાથે મળીને વહેંચીશ. ફિલ્મોની સાથે સાથે તેમણે ટીવીમાં ‘બાલિકા વધૂ’, ‘એક થા રાજા એક થી રાની’, ‘સાત ફેરે’, ‘બનેગી અપની બાત’, અને ‘સીઆઇડી’માં કામ કર્યું છે.