Western Times News

Gujarati News

“આયોડેક્સે રેપીડ એકશન સ્પ્રે” લોન્ચ કર્યુ, જે પીઠ, સાંધાના દુઃખાવા, મચકોડમાં રાહત આપે છે

વર્ષો જૂની બ્રાન્ડે સતત નવીનતા પર આધારિત એક સાચા દુઃખાવા નિષ્ણાત તરીકે પોતાને સ્થિત કરી છે

જીએસકે કન્ઝ્યુમર હેલ્થકેર લિમીટેડે આજે આયોડેક્સ રાપીડ એકશન સ્પ્રેને બજારમાં મુક્યુ હોવાની જાહેરાત કરી છે, જે આજના ગ્રાહકો માટે બોડી પેઇન રિલીફ સોલ્યુશન છે. શરીરના દુઃખાવાની સારવારનો પર્યાય એવું આયોડેક્સ છેલ્લા 100થી વધુ વર્ષોથી કરોડો લોકોનું વિશ્વાસ ધરાવતુ ઘર ઘરમાં જાણીતુ નામ છે.

એક સાચા બોડી પેઇન નિષ્ણાત તરીકે, બ્રાન્ડ તેના ગ્રાહકોની દુઃખાવાની જરૂરિયાતને સમજે છે અને ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને સંતોષવા મટે નવીનતાઓ લાવવાનું સતત રાખ્યુ છે. નવા લોન્ચ સાથે આયોડેક્સ હવે પેઇન રિલીફ પ્રોડક્ટ્સનો સંપૂર્ણ પોર્ટફોલિયો ધરાવે છે જેમાં આયોડેક્સ બામ, આયોડેક્સ અલ્ટ્રા જેલ અને આયોડેક્સ રાપીડ એકશન સ્પ્રેનો સમાવેશ થાય છે, જે દુઃખાવાની વિવિધ સ્થિતિમાં સારવાર આપી શકે છે અને ગ્રાહકોની વિવિધ પસંદગીઓ પર ધ્યાન આપી શકે છે.

જીએસકે કન્ઝ્યુમર હેલ્થ કેરના ઇન્ડિય સબ કોન્ટિનન્ટના એરિયા માર્કેટિંગ લીડ અનુરીતા ચોપ્રાએ જણાવ્યું હતુ કે, “આયોડેક્સ સદીઓથી સમૃદ્ધ વારસો ધરાવે છે, જેના કારણે તે ભારતામં ઘર ઘરમાં જાણીતુ નામ બની ગયુ છે. અમારા ગ્રાહકોની બદલાતી જતી જીવનશૈલીઓ સાથે બોડી પેઇનના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

તેથી, એક બ્રાન્ડ કે ખરેખર દુઃખાવાને સમજે છે તેના તરીકે અમે વન સ્ટોપ સોલ્યુશન બની રહેવા ધારીએ છીએ જે અમારા ગ્રાહકો ઇચ્છે છે તેમ કોઇ પણ સ્વરૂપમાં દરેક પ્રકારના દુઃખાવાને મટાડે છે.” આયોડેક્સની નવી ઓફરિંગમાં પાંચ એક્ટીવ ઇનગ્રેડીયન્ટ્સનો સમાવેશ કરે છે જે ત્વચામાં ઊંડે સુધી જવા માટે જાણીતા છે,

આંતરિક બળતરામા ઘટાડો કરે છે અને દુઃખાવામાંથી લક્ષ્યાંકિત દુઃખાવામાં રાહત આપે છે. આ લોન્ચ સાથે આયોડેક્સ દ્વારા પોતાના પોર્ટફોલિયોમાં નવીનીકરણ કરવાનું સતત રાખ્યુ છે અને પોતાની જાતને એક સાચા બોડી પેઇન નિષ્ણાત તરીકે પ્રસ્થાપિત કરે છે.

તે 5 એક્ટીવ ઇનગ્રેડીયન્ટ્સની પાવર પેક ફોર્મ્યુલા ધરાવે છે જેમાં ઇન્ડિયન વિન્ટગ્રીન તેલ, મેન્થોલ, નીલગીરીનું તેલ, ટર્પેન્ટાઇન તેલ અને લવિંગના તેલનો સમાવેશ થાય છે. ઇનગ્રેડીયન્ટ્સનું જાણીતા એનાલ્જેસિક ગુણધર્મો સાથેનું મિશ્રણ વિવિધ પ્રકારના મ્યુકોલોસ્કેલેટલ દુઃખાવા જેમ કે ગળા/ખભાના દુઃખાવા, પીઠના દુઃખાવા, સાંધાના દુઃખાવા, મચકોડ વગેરેમાં રાહત આપે છે.

તેણીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, “આયોડેક્સ અલ્ટ્રા જેલની પાછલા વર્ષે અસાધારણ સફળતાને કારણે અમે જોયું છે કે વિવિધ પ્રકારના દુઃખાવા રાહતના સ્વરૂપોની જરૂરિયાતો વધી રહી છે. અમારી નવી શોધ આયોડેક્સ રાપીડ એકશન સ્પ્રે, અગત્યના ગ્રાહકોની જરૂરિયાતને સંતોષશે અને દુઃખાવામુક્ત ભારત માટેનો માર્ગ મોકળો કરશે.”

આયોડેક્સ રાપીડ એકશન સ્પ્રે 35 ગ્રામના રૂ. 140 અને 60 ગ્રામના રૂ. 195 એમ બે પેકમાં ઉપલબ્ધ છે અને તે દરેક અગ્રણી કેમિસ્ટ સ્ટોર્સમાં અને ઇ-કોમર્સ સાઇટ જેમ કે એમેઝોન, 1 Mg અને ફાર્મઇઝી પર ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.