૨૪ કલાકમાં કોરોનાના ૩૮૯૪૯ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન ધીમું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં માત્ર ૩૮.૭૮ લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. હજુ સુધી દેશમાં કોરોના વેક્સીનેશનનો આંક ૪૦ કરોડ સુધી જ પહોંચી શક્યો છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ ૯૭.૨૮ ટકા થયો છે, જે રાહતની બાબત છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો એટલે કે ૨.૧૪ ટકા છે. બીજી તરફ, ભારતમાં કુલ ૪૪ કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. શુક્રવારે, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૯૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૪૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૦,૨૬,૮૨૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૫૩,૪૩,૭૬૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૮,૭૮,૦૭૮ લોકોને રસી આપવામાં આવી છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૮૩ હજાર ૮૭૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૦૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૩૦,૪૨૨ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૨,૫૩૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૮૩ હજાર ૮૭૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૦૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં ૪,૩૦,૪૨૨ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૨,૫૩૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૮ કેસ નોંધાયા છે. જેની સામે ૯૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૦ ટકા છે.
અત્યાર સુધીમાં ૨,૮૭,૫૪,૨૫૭ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુરૂવારે ૩,૮૬,૭૧૨ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૬, સુરતમાં ૯, વડોદરામાં ૩, રાજકોટમાં ૬, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારીમાં ૨-૨, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, સાબરકાંઠા, વલસાડમાં ૧-૧ સહિત કુલ ૩૮ કેસ નોંધાયા છે.