Western Times News

Gujarati News

તાજેતરના સર્વે અનુસાર ભારતીય યુવાનો બદામનો નાસ્તો કરવાનું પસંદ કરે છે

બદામ પોષણયુક્ત, આરોગ્યપ્રદ, પ્રોટીનથી ભરપૂર અને વિટામીનયુક્ત હોવાનું મનાય છે, જે તેને પસંદગીના આરોગ્યપ્રદ નાસ્તો બનાવે છે

કોવિડ પૂર્વેના સમયની તુલનામાં વારંવાર નાસ્તો કરવાની ક્રિયા એક ચતુર્થાંશ ભારતીય યુવાનોમાં જોવા મળી હતી.

આપણી આસપાસનું વિશ્વ ઝડપથી બદલાઇ રહ્યુ હોવાથી અને માહિતીનો લાભ લેવાની પ્રવૃત્તિમાં અસાધારણ વધારો થયો છે ત્યારે ભારતીય ઉપભોક્તાઓએ તેમની જીવનશૈલી અને ખોરાકની પસંદગીઓને કેવી રીતે જુએ છે તેમાં પણ ફેરફાર આવ્યો છે.

દ્રષ્ટિકોણમાં આવેલો આ ફેરફાર ખાસ કરીને 18-35 વર્ષની વયના ભારતીય યુવાનોમાં પૂરાવો છે, જેમને તેમની જીવનશૈલીની જાણ થઇ છે અને તેને સુધારવાના સભનાપૂર્વકતાના પગલાં લઇ રહ્યા છે.

ઇપ્સોસ ઈન્ડિયા નામની એક સંશોધન સલાહકાર કંપની દ્વારા 5 મીથી 25 મી માર્ચ 2021ની વચ્ચે કરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, 78% ઉત્તરદાતાઓને લાગે છે કે બદલાતી જીવનશૈલી વચ્ચે તંદુરસ્ત નાસ્તો મહત્વપૂર્ણ છે (ખૂબ જ મહત્વપૂર્ણ (58%)) અને એકદમ મહત્વપૂર્ણ (20%) છે.

ઇપ્સોસ ઇન્ડિયા દ્વારા જથ્થાત્મક સર્વેક્ષણ વિકસતી આધુનિક જીવનશૈલીની વચ્ચે ભારતના શહેરી યુવાનોમાં નાસ્તાની બદલાતી ટેવ અને પસંદગીઓની ઓળખ કાઢવી તે ભારતનું લક્ષ્ય છે,

એકંદરે, સર્વેના પરિણામો દર્શાવે છે કે ભારતમાં યુવાનો કેવી રીતે વધુ તંદુરસ્તી વિશે વધુ ચિંતિત થઈ રહ્યા છે અને આ તેમને તેમની નાસ્તાની ટેવ બદલવા માટે પોતાને ફરજ પાડી રહ્યા છે. સર્વેક્ષણ ભારપૂર્વક દર્શાવે છે કે કેવી રીતે સમગ્ર ભારતમાં નાની વયના લોકો, વધુ કેલરીયુક્ત જંક ફૂડને બદલે બદામ અને ફળો જેવા તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તાના વિકલ્પોની પસંદગી કરી રહ્યા છે.

દિલ્હી, લખનૌ, લુધિયાણા, જયપુર, મુંબઇ, અમદાવાદ, કોલકાતા, ભુવનેશ્વર, ચેન્નાઈ, બેંગલુરુ, કોઈમ્બતુર અને હૈદરાબાદ સહિત ભારતના 12 શહેરોમાં 18 થી 35 વર્ષની વય જૂથના કુલ 4,148 ઉત્તરદાતાઓ, NCCS A પુરુષો અને મહિલાઓની મુલાકાત લેવામાં આવી હતી.

ભારતીય યુવાનોમાં બદામ ટોચની પસંદગી તરીકે ઉભરી આવી છે કારણ કે 64% ઉત્તરદાતાઓએ જણાવ્યું છે કે નિયમિત વપરાશના દેખીતા સ્વાસ્થ્ય લાભોને લીધે તેઓ બદામને નાસ્તાનો વિકલ્પ માની રહ્યા છે. ઉત્તરદાતાઓમાં નાસ્તાની પસંદગી, સૌથી વધુ ‘સ્વાદ’ અને ‘આરોગ્ય / પોષણ’ દ્વારા પ્રભાવિત છે. એ નોંધવું રસપ્રદ છે કે જેન Z અને યુવાનો બદામને પૌષ્ટિક (41%), આરોગ્યપ્રદ (39%), પ્રોટીનયુક્ત (38%) અને વિટામીનથી ભરપૂર (36%) સાથે જોડે છે.

મોટાભાગના ઉત્તરદાતાઓ (84%) માને છે કે બદામના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તેનો નાસ્તા કરવાની બાબતને સંબંધિત બનાવે છે. બદામ ઉપરાંત, લગભગ 5૦% ઉત્તરદાતાઓએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો અને જ્યુસ જેવા તંદુરસ્ત વિકલ્પોને તેમના નાસ્તામાં નિયમિત રીતે સમાવેશ કરવાનું શરૂ કરી દીધુ છે.

બદામ જેવા તંદુરસ્ત નાસ્તા તરફ આ પગલું, યુવાઓની પોષણયુક્ત જરૂરિયાતો અંગેની ચિંતાઓથી પ્રેરીત હોવાનું મનાય છે કારણ કે 66% ઉત્તરદાતાઓએ તેઓ આ અંગે ચિંતિત હોવા પર ભાર મુક્યો હતો. આ ચિંતાઓ માટે ‘વજન વધારો’ તેમ જ ‘આરોગ્યપ્રદ ખોરાક લેવો’ એ પ્રાથમિક પરિબળો હતા. ઉત્તરીય શહેરો (દિલ્હી, લખનઉ, લુધિયાણા અને જયપુર)ના ઉત્તરદાતાઓ તેમની પોષક જરૂરિયાતો વિશે સૌથી વધુ ચિંતિત હતા, કારણ કે આ વિસ્તારના 3/4 ઉત્તરદાતાઓએ તેની પર ભાર મુક્યો હતો.

51% ઉત્તરદાતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ નાસ્તાની પસંદગી કરતા પહેલા, ખોરાકમાં હાજર ઘટકો અને પોષક તત્ત્વો પર ધ્યાન આપે છે. જ્યારે, 26-35 વર્ષની વય જૂથમાં મહિલા ઉત્તરદાતાઓ વધારે છે. આ ઉપરાંત, અન્ય નોંધવાલાયક બાબત એ છે કે ઘણા ઉત્તરદાતાઓ (61%) ઘરના રાંધેલા ખાદ્યપદાર્થો અથવા ઘરેલુ તૈયાર કરેલા નાસ્તાને, પેક્ડ માલ કરતા વધારે પસંદ કરે છે.

ગયા વર્ષે માર્ચથી ઘણા યુવા વ્યાવસાયિકો ઘરેથી કામ કરી રહ્યાં છે, અને વિદ્યાર્થીઓ શાળાઓ અને કોલેજોમાં વર્ચ્યુઅલ રીતે ભણે છે, ત્યારે ઘણા લોકોએ પૂર્વ રોગચાળાની ટેવોને અનુસરી હોવાનું અને ઘણા લોકો નોર્મલની નવી સમજને અપનાવવા સંઘર્ષ કરી રહ્યા છે તેવી સમજ ઉભરી રહી છે.

ત્યારબાદ નાના ઉપભોક્તાઓએ તેમની જીવનશૈલી પર ફરીથી નજર નાખવાની અને અર્થપૂર્ણ સ્નેકીંગ, દરરોજ કસરત કરવી અને આપણી આસપાસના વિવિધ પરિસ્થિતિથી વિરામ લેવાની તંદુરસ્ત ટેવોનો સમાવેશ કરવાની આવશ્યકતા સ્વીકારી છે.

સર્વેના પરિણામો અંગે ટિપ્પણી કરતાં ન્યુટ્રિશન એન્ડ વેલનેસ કન્સલટન્ટ શીલા ક્રિષ્નાસ્વામીએ જણાવ્યું હતું કે, “પાછલા દોઢ વર્ષ બધા માટે ખૂબ જ પડકારજનક રહ્યુ છે, પરંતુ આપણને આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની ફરજ પડી છે. આ સર્વેના પરિણામો ખૂબ જ હૃદયસ્પર્શી છે,

અને તે જોવાનું સારુ લાગે છે કે ભારતીય યુવાનો તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને જાળવવામાં કેટલું ધ્યાન આપ્યુ છે. બદામ જેવા પોષણયુક્ત ખોરાકનો  નાસ્તો કરવો એ જે તે વ્યક્તિ માટે વજન જાળવવાની રીત છે, તેની સાથે આહારમાં વધુ પોષક તત્વો પણ ઉમેરે છે. તો દરરોજ એક મુઠ્ઠીભર બદામ ખાવાની ખાતરી કરો અને બીજાને પણ વિનંતી કરો. આના આરોગ્ય લાભો વિવિધ છે!”

મેક્સ હેલ્થકેર – દિલ્હીના ડાયેટેટિક્સ રિતીકા સમદ્દરે જણાવ્યું હતુ કે, “આ સર્વેના પરિણામો ખૂબ જ રસપ્રદ છે, કારણ કે તેઓ ખાદ્યપદાર્થોની પસંદગીમાં, અને ભારતીય જનતાના મોટા ભાગના લોકો – નાસ્તાની રીત દર્શાવે છે. અમારી અપેક્ષાઓથી વિપરીત, તે જોવાનું સારું લાગે છે કે યુવાન ભારતીયો કેવી રીતે પહેલાથી જ તેમની જીવનશૈલી અને પોષક જરૂરિયાતો વિશે ખૂબ ચિંતિત છે અને સ્વસ્થ રહેવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યા છે. બદામ, ખરેખર, ખૂબ જ સારો નાસ્તો છે. તેઓ તૃપ્તી આપવાના ગુણધર્મો પ્રદાન કરે છે, જે વ્યક્તિને સંપૂર્ણ રાખવામાં મદદ કરે છે, અને દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકાય છે.

યુવક બદામનો પ્રયોગ કરી શકે તેવી ઘણી રીતો પણ છે – તેઓ તેમને કાચા, પલાળેલા, શેકેલા, મીઠું ચડાવેલા અથવા કેટલાક અન્ય સ્વાદ સાથે અને વાનગીઓમાં ખાઈ શકશે. પોષણના દ્રષ્ટિકોણથી, બદામ આહારમાં અદભૂત ઉમેરો કરે છે કારણ કે તે હૃદયના આરોગ્ય અને ડાયાબિટીસ સામે ફાયદા પૂરી પાડે છે, જીવનશૈલીના બંને વિકારો જે યુવા ભારતીયોને વધુને વધુ અસર કરે છે.”

અન્ય સર્વેના નોંધવાલાયક તારણોએ જેની પર ભાર મુક્યો હતો તે છે રોગચાળા દરમિયાન ભારતીય યુવાનો માટે નાસ્તાના આવર્તનમાં વધારો થયો હતો, કારણ કે લગભગ 1/4 ઉત્તરદાતાઓએ આનો ઉલ્લેખ કર્યો છે. 1/3 થી વધુ ઉત્તરદાતાઓને લાગ્યું કે નાસ્તાએ તેમના મુખ્ય ભોજનને બદલી નાખ્યુ છે. કારણ કે તે ‘બેસીને ભોજન લેવા માટે અત્યંત વ્યસ્તતા’ અને ‘વ્યસ્તતામાં નાસ્તો અનુકૂળ છે’ તેવા સામાન્ય કારણો હતા. જ્યારે 50% ઉત્તરદાતાઓએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ દિવસમાં એકવાર નાસ્તો કરે છે, 41% લોકોએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ દિવસમાં બે વાર નાસ્તા કરે છે. નાના વય જૂથ (18-25 વર્ષ)માં નાસ્તાનું આવર્તન વધુ છે.

આ ઉપરાંત, પિલેટ્સ નિષ્ણાત અને ડાયેટ એન્ડ ન્યુટ્રિશન સલાહકાર, માધુરી રુઇયાએ જણાવ્યું હતું કે, “સર્વેના પરિણામો દર્શાવે છે કે કેટલા યુવા ભારતીયોએ નાસ્તાનુ આવર્તન વધાર્યુ છે અને કેટલાક લોકોએ, સમયના અવરોધોને કારણે અને ઍક્સેસની અક્ષમતાને કારણે પણ મુખ્ય ભોજનને બદલ્યું છે. પરંતુ તે જેઓ નાસ્તાની પસંદગી કરે છે તે સારી છે.

યુવાનો તળેલા કોરાક અથવા ઊંચી કેલરી વાળા નાસ્તાને બદલે બદામ, ફળો અને તાજા રસ પર પર વધુ ભાર મુકે છે તે નોંધવુ રસપ્રદ છે. નાનપણથી જ બદામનો નાસ્તો કરવો એ તમારા શરીરના આરોગ્યને જાળવવાનો એક સુંદર માર્ગ છે. એકવાર આ આદત બની જાય, તે તમારા જીવનભરની તમારી દિનચર્યાનો એક ભાગ બની જશે.

બદામ ઉર્જા પ્રદાન કરવા માટે જાણીતા છે, તેમાં કોપર, ઝીક, ફોલેટ અને લોહ જેવા પોષક તત્વો પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિના સામાન્ય કાર્યમાં ફાળો આપવા માટે જાણીતા છે.”

ભારત નાસ્તાની ટેવમાં વર્તઁૂકને લગતા ફેરફારો અનુભવ્યા છે અને તંદુરસ્ત વિકલ્પોની પસંદગી અનુભવી છે, ત્યારે ભારતીય યુવાનોનો બદામ પસંદ કરવાનો ઝુકાવ લાંબા ગાળે વધુ સારી તંદુરસ્તી બનાવવામાં વધુ આગળ વધવાની આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.