મણિપુરમાં કોરોનાના કેસો વધતા ૧૦ દિવસનું કડક લૉકડાઉન લાગુ

Files Photo
ઇમ્ફાલ: દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકારે દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે ૧૦ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ રહેશે, સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ કોરોનાના વધતાં કેસોની ચેઈન તોડવા માટે થઈને આ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૯૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૪૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૦,૨૬,૮૨૯ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૫૩,૪૩,૭૬૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૮,૭૮,૦૭૮ લોકોને રસી આપવામાં આવી છે.હાલમાં ૪,૩૦,૪૨૨ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૨,૫૩૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૮૩ હજાર ૮૭૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.