રાણિપમાં શિક્ષકોએ રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવ્યા
અમદાવાદ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ સ્કૂલો ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને ખુશી વ્યક્ત કરી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે સિલ કરવામાં આવેલી ૨૫ જેટલી સ્કૂલો બંધ હોવાથી સંચાલકો અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. શિક્ષણ વિભાગએ ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે પરંતુ સિલ કરેલ સ્કૂલોના વિદ્યાર્થીઓ ક્યાં ભણશે?
ધોરણ ૧૨ની સ્કૂલો શરૂ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સ્કૂલમાં ભણવા માટે પહોંચ્યા છે. પરંતુ કેટલીક સ્કૂલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે સિલ કરી દેવામાં આવી હોવાને કારણે તેમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ શક્યું નથી. જેનાથી વિદ્યાર્થીઓ અને સ્કૂલના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાણીપની ગીતા સ્કૂલના આચાર્ય પ્રવિણભાઇ જણાવ્યું હતું કે હજુ સુધી સ્કૂલનું સિલ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવ્યું નથી. આજથી ધોરણ ૧૨ની ઓફ્લાઈન સ્કૂલ શરૂ થઈ છે પરંતુ અમારી સ્કૂલ હજુ બંધ જ છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા તે મોટો પ્રશ્ન છે માટે અમારી સ્કૂલો ખોલવામાં આવે.
અમદાવાદમાં એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. શહેરના રાણીપ વિસ્તારમાં નવસર્જન સ્કૂલ સીલ થતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને ઓનલાઈન ક્લાસ શરુ કર્યાં હતાં. ગત સાતમી જૂનથી સ્કૂલોમાં નવા સત્રની શરુઆત થઈ છે. સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. નવસર્જન સ્કૂલને મ્ેં નહીં હોવાથી સીલ કરવામાં આવતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીલિંગ કાર્યવાહી દરમિયાન શહેરની ૩૦ જેટલી સ્કૂલ પણ સીલ કરવામાં આવી હતી. સ્કૂલો સીલ કરાયા બાદ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. ૧૭ જૂન સુધી તમામ સ્કૂલો પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાના હતા, પરંતુ સ્કૂલ સીલ હોવાને કારણે કેટલીક સ્કૂલોમાં પરિણામ અંગે પ્રશ્ન હતો જેથી મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ૪-૫ કલાક માટે સ્કૂલ ખોલવા દેવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.