મુખ્યમંત્રી પદ માટે સામાજીક નેતાઓના જાતિવાદી નિવેદનથી રાજકીય પક્ષો સતર્ક
પાટીદારો તથા અન્ય જ્ઞાતિઓ કઈ દિશા પકડે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજરઃ ભાજપ-કોંગ્રેસ પછી ‘આપ’ની સક્રિયતા સૂચક -અન્ય જ્ઞાતીઓ પણ ‘મુખ્યમંત્રી પદ’ ને લઈને મેદાનમાં
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી હોવા છતાં પાછલા કેટલાંક દિવસોમાં જે પ્રકારે વિવિધ જ્ઞાતિઓ તરફથી ‘મુખ્યમંત્રી પદ’ને લઈને જે નિવેદનો થયા તેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતના રાજકારણમાં પહેલેથી જ પાટીદાર મતદારો’નંુ મજબુત પાસું જાેવા મળ્યુ છે.
પાટીદારો આર્થિક રીતે સક્ષમ હોવાની સાથે સાથે વિવિધ વ્યવસાયો, નોકરીઓમાં સહિતના સ્થાનોમાં પોતાની મહેનતથી આગળ આવેલા લોકો છે. અન્ય જ્ઞાતિના નાગરીકોની સંખ્યા ઓછી હોવા છતાં તેઓ પણ ખુબ જ મહેનત-ખંતથી જીવનમાં ઉચ્ચ હોદ્દાઓની સાથે સારી નોકરી-ધંધા હાલમાં કામ કરી રહ્યા છે. પરંતુ આપણે અહીંયા ‘પાટીદાર ફેક્ટર’ ની વાત કરી રહ્યા છીએ.
ગુજરાતના રાજકારણમાં સત્તાસ્થાનમાં પાટીદાર સમાજનો દબદબો રહ્યો છે. ગુજરાતને કુશળ મુખ્યમંત્રીઓ આપવાની સાથે સાથે મંત્રીમંડળમા પણ ટોચના સ્થાનો પર પાટીદાર સમાજનું પ્રભુત્વ જાેવા મળ્યુ છે.હવે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જાેઈએ એવી સ્વાભાવિક લાગણી પાટીદાર સમાજ તરફથી વ્યક્ત થઈ રહી છે.
માત્ર પાટીદાર જ નહીં પરંતુ અન્ય સમાજાેએ પણ આગામી વિધાન સભાની ચૂંટણી થાય તો તેમાં પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જાેઈએ એવી લાગણી વ્યક્ત કરી છે. તેને લઈને ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પણ દ્વિધામાં પડી ગયા છેે. જાે કે વિવિધ સમાજાે અવારનવાર આ પ્રકારે લાગણી વ્યક્ત કરતા હોય છે. તે માની શકાય તેમ છે. પરંતુ પાટીદાર સમાજ ગુજરાતમાં રાજકારણમાં કોઈપણ પક્ષ માટે એક મજબુત પાસુ ગણી શકાય છે.
હવે જાેઈએ તોઆવા સમયેે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી(આપ) સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટી (આપ) સુરતમાં મજબુતાઈથી ઉપસી રહી છે. ‘આપ’માં ઘણા લોકો જાેડાઈ રહ્યા છે. તેમાં એક જાણીતા ઉદ્યોગપતિની પણ ‘એન્ટ્રી’ થઈ છે. એ સિવાય માધ્યમના એક મોટા માથાનો પણ પ્રવેશ થયો છે.
અહિંયા કહેવાનો મતલબ એ છે કે પાટીદાર સમાજના આગેવાનોએ ‘મુખ્યમંત્રી’ને લઈને જે નિવેદનો કર્યા છે એ પછી રાજકીય રીતે તેને મુલવણી કરીએ તો ભાજપ-કોંગ્રેસમાં પાટીદાર સમાજનો દબદબો પહેલેથી જ રહ્યો છે ત્યારે ત્રીજા વિકલ્પ તરીકે આપની સક્રિયતાથી નવીદિશા તો ખુલી રહી નથી ને?? એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે.
પાટીદાર સમાજ સમક્ષ બે વિકલ્પો પહેલેથી જ છે. હવે ત્રીજા વિકલ્પ તરીકે આમઆદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ગુજરાતના રાજકારણ માં ત્રીજુ પરિબળ ફાવ્યુ નથી. એેવો ઈતિહાસ છે તેમ છતાં પાટીદાર વિવિધ જ્ઞાતિઓ ચૂંટણીમાં કઈ દિશા પકડે છે તેના પર અત્યારથી જ રાજકીય વિશ્લેષકોની નજર મંડાઈ છે.