Western Times News

Gujarati News

હવે બુટલેગરોએ ડમ્પરમાં દારૂની ખેપ ચાલુ કરી : અરવલ્લી LCB એ ડમ્પરમાંથી ૧૨.૭૨ લાખનો દારૂ ઝડપ્યો 

બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે જીલ્લા એલસીબી પોલીસે આઈવા ડમ્પરમાંથી ૧૨.૭૨ લાખનો દારૂ સાંણદ ઘર કરી જાય તે પહેલા જીલ્લા સેવાસદન કચેરી આગળથી ઝડપી લીધો હતો રાજસ્થાની ડમ્પર ચાલક ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે જીલ્લાના માર્ગો પર સઘન પેટ્રોલીંગ હાથધરી વીવીધ વાહનો મારફતે ઘુસાડાતો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઝડપી રહી છે એલસીબી પોલીસને આઈવા ડમ્પર રાજસ્થાનથી દારૂ ભરી સાણંદ નીકળ્યું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે જીલ્લા સેવાસદન કચેરી આગળ નાકાબંધી કરી બાતમી આધારીત આઇવા ડમ્પર શામળાજી તરફથી આવતા અટકાવી

તલાસી લેતા ડમ્પરમાં તાડપત્રીની નીચે પ્લાસ્ટીકની થેલીઓમાં-સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૫૯૫૮ કીં.રૂ.૧૨૭૨૬૦૦/- ના મુદ્દામાલ સાથે રાજસ્થાન ઉદેપુર ઘાંસા બજારતાના નારુલાલ ઉર્ફે નારાયણલાલ ચેનારામ ડાંગીની ધરપકડ કરી વિદેશીદારૂ,મોબાઇલ અને ડમ્પર મળી કુલ.રૂ.૨૨.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
એલસીબી પોલીસે ડમ્પર ચાલક ખેપીયાની સઘન પૂછપરછ હાથધરી હતી અને રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી  સાણંદના કયા બુટલેગરને ડીલેવરી કરવાનો હતો તેનું નામ જાણવા તજવીજ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.