Western Times News

Gujarati News

ચુડવેલ નામની જીવાતના ઉપદ્રવથી પ્રજાજનો ત્રાહીમામ

ચોમાસાની ઋતુને આરંભે વરસાદની પ્રથમ હેલી અને ભેજવાળા વાતાવરણમાં દર વર્ષે અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી જીવાત રાતોરાત લાખ્ખોની સંખ્યામાં દેખા દેતી હોય છે

મોડાસા શહેરને અડીને આવેલા હફસાબાદ ગામમાં  ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી પ્રજાજનો ઘર છોડવા મજબુર બનવું પડે તેવી સ્થીતીનું નિર્માણ થયું છે આરોગ્ય તંત્ર દ્વારા મોટી મોયડી ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

મોડાસા તાલુકાના હફસાબાદ ગામને જાણે ચુડવેલ નામની જીવાતે ઘેરી લેતા પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે મોડાસા પંથકમાં છુટા છવાયા વરસાદે વિરામ લીધા બાદ ગામમાં ચુડવેલ નામની જીવાત નો ઉપદ્રવ વધ્યો છે હફસાબાદ ગામના તમામ મકાનો ની છત પર દીવાલો પર ઘરના રસોડા માં બહાર ચોક માં સર્વત્ર ચુડવેલો ના ઢગ ખડકાયા છે જ્યાં નજર કરો ત્યાં ચુડવેલ ના ઝુંડ જોવા મળે છે

આ ઉપદ્રવ ના કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડા માં રસોઇ પણ બનાવી શકતા નથી પશુપાલન ના વ્યવસાય માં પણ ચુડવેલો ના કારણે દૂધ કાઢવા માં પણ તકલીફ પડેછે દૂધ કાઢવા કે જમવા બેસે તો ઉપર થી ચુડવેલ જમવામાં પડેછે આવી હાલાકી ને કારણે રહીશો તોબા પોકારી ઉઠ્યા છે

ઘરની  દીવાલો માં અને છત પર ડિઝાઇન પાડી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખુલ્લા રસ્તા પર પણ ચુડવેલો ના ઢગલા જોવા મળ્યા ચુડવેલ ના ઉપદ્રવ ના કારણે ક્યારેક રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચુડવેલો નો ઉપદ્રવ અટકાવવા માટે દવા નો છંટકાવ કે અન્ય કોઈ ઉપાય કરવામાં આવે એવી સ્થાનિકો  ની માગ રહેલી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.