મોલમાં ચિઠ્ઠી પર લાખ્ખો રૂપિયાનો વેપલો
મેઢાસણ પાટીયા પર આવેલ મોલ માલિકની દાદાગીરી –
GST તંત્રએ મોલ માલિક સામે આંખો બંધ કરી દીધી છે જાે કોઈ ગ્રાહક બીલ માંગે તો મોલ માલિક ગ્રાહક પાસેથી માલ પરત લઇ લે છે
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના મેઢાસણ ગામના પાટીયા પર છેલ્લા કેટલાક મહીનાથી મોલ બનાવવામાં આવ્યો છે મોલ માલીક ગ્રાહકો સાથે દાદાગીરી કરતો હોવાની અનેક બુમો ઉઠી રહી છે ગ્રામ્ય વિસ્તારના લોકો મોલમાં ડીસ્કાઉન્ટ મળશે તેની આશાએ ખરીદી કરવા જતા હોય છે ત્યારે મોલ માલિક મૂળ કિંમત ગ્રાહકો પાસેથી ખંખેરી રહ્યો છે
દરરોજ હજ્જરો રૂપિયાની ચીજ વસ્તુઓનું ચિઠ્ઠી પર વેચાણ કરી સરકારની તિજાેરીને હજ્જારો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યો છે જીએસટી તંત્ર ધુતરાષ્ટ્રંની ભુમિકા ભજવી રહ્યું હોય તેમ મોલ ધારક સામે આંખો બંધ કરી દીધી છે જાે કોઈ ગ્રાહક બીલ માંગે તો મોલ માલિક ગ્રાહક પાસેથી માલ પરત લઇ લેતો હોય છે.
મોલ માલિક કે મોલમાં નોકરી કરતા કર્મચારીઓ માસ્ક પણ પહેરતા ન હોવાથી સરકારી ગાઇડલાઇનનું ઉલ્લઘન કરી રહ્યા છે મોડાસા-હિંમતનગર રોડ પર મેઢાસણ પાટીયા પર મોલ બનાવવામાં આવ્યો છે જ્યાંથી આજુબાજુના ૨૦ થી વધુ ગ્રામ વિસ્તારના લોકો જીવનજરૂરિયાત ચીજવસ્તુઓની ખરીદી કરે છે
રોજનું અધધ રૂપિયાનું ટર્નઓવર છતાં હજુ સુધી જીએસટી નંબર મેળવ્યો ન હોવાનું અને ગ્રાહક જીએસટી નંબર વાળું બીલ માંગે તો માલ પરત લઇ લેવામાં આવે છે અને ગ્રાહકને હડધૂત કરવામાં આવતા હોવાની બૂમો ઉઠી રહી છે
ત્યારે એક જાગૃત ગ્રાહક મોલમાં ખરીદી કર્યા પછી બીલ માંગતા મોલ માલિક યુવાને ગ્રાહક પાસેથી માલ પરત લઇ લેતા ગ્રાહકે આ અંગેનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં મોલ માલિક જીએસટી બીલની માંગ સાથે ગ્રાહક સામે ગલ્લાંતલ્લાં કરતો નજરે પડી રહ્યો છે