Western Times News

Gujarati News

કોરોના ડેલ્ટા વેરિઅન્ટ એન્ટિબોડીનાં બેવડા કવચને પણ ભેદવામાં સફળ

નવી દિલ્હી, કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટ નેચરલ એન્ટિબોડી અને રસીકરણથી બનેલી એન્ટિબોડીને બાયપાસ કરી શકે છે. દિલ્હીમાં ૧૦ ટકા હેલ્થ કેર વર્કર્સમાં એવાં બ્રેક-થ્રૂ ઈન્ફેક્શન મળ્યાં છે, જેમાં પહેલાંથી એન્ટિબોડી હતી. હેલ્થ વર્કલ રસી બાદ પણ સંક્રમિત થયા છે.

ડેલ્ટા વેરિઅન્ટે તેની એન્ટિબોડીને પણ ભેદીને સંક્રમિત કરી દીધા છે. રીઈન્ફેક્શન અને રસીકરણ બન્ને બાદ પણ ડેલ્ટાએ સંક્રમિત કર્યાના પુરાવા મળ્યા છે. આ બાબતની જાણ થતાં નિષ્ણાંતોની ચિંતામાં વધારો થયો છે. દિલ્હી સરકારે ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ય બિલિયરી સાયન્સીઝમાં થયેલા એક અભ્યાસમાં તેનો ખુલાસો થયો છે.

સ્ટડીની આગેવાની કરનારાં ડો એકતા ગુપ્તાએ કહ્યું કે આ સ્ટડી એ જણાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટ ઘણો સંક્રામક છે અને આ બન્ને પ્રકારથી બનેલી એન્ટિબોડીને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે, જાે કે આવા લોકોમાં સીવિયરિટી ઓછી છે, પરંતુ લોકોએ રસીકરણ બાદ કોવિડ બિહેવિયરનું પાલન કરતાં રહેવું જાેઈએ,

જેથી તેના કારણે બીજા લોકો સંક્રમિત ન થાય. ડો એકતાએ જણાવ્યંું કે એન્ટિબોડી બાદ જ્યારે સંક્રમણ થઈ જાય તોતેને બ્રેક-થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે. આ સ્ટડીમાં ચોંકાવનારી વાત એ હતી કે બન્ને ડોઝ બાદ પણ વ્યક્તિમાં સંક્રમણ જાેવા મળ્યું છે. પહેલા સંક્રમણ પછી રસી લેનારા પણ ફરી સંક્રમિત થઈ ગયા છે.

એટલે કે ત્રણેય સ્તર પર એન્ટિબોડીને કોવિડ વેરિઅન્ટ બાયપાસ કરતો જાેવા મળ્યો. રસી બાદ જે લોકોમાં સંક્રમણ મળ્યું તેમનામાં સીવિયરિટી પણ ઓછી ન હતી. જે લોકોએ રસી નથી લીધી તેમનામાં સંક્રમણ રેટ ર૧ ટકા સુધી જાેવા મળ્યો હતો, પરંતુ ૯.પર ટકા લોકો રસી લીધા બાદ પણ સંક્રમિત થયા છે.

ડોક્ટરે કહ્યું કે જે લોકો સંક્રમિત મળ્યા તેમાંથી જે લોકોએ રસી નહોતી લીધી તેમનામાં સીવિયરિટી વધારે હતી. સારવાર દરમિયાન એકનું મોતથઈ ગયું છે, પરંતુ જે લોકોએ રસી લીધી હતી તેમનામાં ગંભીરતા ઓછી જાેવા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.