અમદાવાદ ખાડાનગરી બન્યુંઃ ઠેર ઠેર રસ્તા ધોવાયા
વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ત્રાહિમામ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને જનજીવન ઉપર પણ તેની અસર પડી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ શહેરીજનોની સમસ્યા વધી ગઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓમાં ખાડા પડી જતાં અમદાવાદ શહેર ખાડાનગરી બની ગઈ છે.
આજે સવારે સરખેજ રોઝા પાસે ખાડામાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. સદ્દનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહોતો. સ્થાનિક યુવકોએ ધક્કા મારી આ ૧૦૮ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. શહેરમાં પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને કોર્પોરેશનની કામગીરી ઉપર રોષ ઠાલવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આ વખતે ચોમાસની ઋતુમાં બીજી વખત વરસાદ પડ્યો છે. અને બંન્ને વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના પરિણામે અનેક સાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અને એટલૃં જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ત્વરીત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આજે સવાર સુધીમાં શહેરના તમામ વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નીકાલ થતાં મ્યુનિસિપલ તંત્રે હાશકારો અનુભવ્યો છે. પરંતુ નાગરીકોની સમસ્યામાં વધારો થયો છે. વરસાદના પાણીનો નીકાલ થયો છે ત્યારે શહેરીજનો માટે વધુ એક સમસ્યા માથે આવી છે.
શહેરમાં પડેલા વરસાદના પગલે મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડા પડી જતાં આજે સવારથી જ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદ શહેરના સરખેજ રોઝા, દાણીલીમડા, વેજલપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, વ†ાપુર, ગુરૂકુળ, નારણપુરા, બાપુનગર, સરસપુર, શાહીબાગ જેવા મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે કેટલાંક સ્થળો ઉપર તો તાજેતરમાં જ બનાવાયેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના પરિણામે નાગરીકો આ મુદ્દે કોર્પોરેશન સામે રોષ ઠાલવી રહ્યા છે.
રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાંક સ્થળો ઉપર તો ટ્રાફીક જામના દ્રષ્યો પણ સર્જાય છે. શહેરના વિજય ચારરસ્તાથી ગુરૂકૂળ સુધી મેટ્રોનું કામકાજ ચાલી રહ્યુ છે અને ત્યાં સિંગલ પટ્ટી રસ્તો જ ચાલુ છે. પરંતુ આ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જતાં સતત ટ્રાફિક જામ જાવા મળી રહ્યો છે.
પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. શહેરના સરખેજ રોઝા પાસે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. આજે સવારે ૧૦૮ એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે આ એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સને ખાડામાં પડેલી જાઈને સ્થાનિક યુવકોએ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી અને એ જ રીતે વેજલપુરમાં પણ મોટા ખાડાઓ પડી જતાં સવારથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.