Western Times News

Gujarati News

નવરંગપુરા દેરાસરમાં હુમલોઃ યુવતિનું અપહરણ

યુવક-યુવતિના પરિવારજનો વચ્ચે સમાધાન માટે નવરંગપુરા જૈન દેરાસરમાં યોજાયેલી બેઠકમાં  સશ્ત્ર  ટોળાનો આતંકઃ એક યુવકને ગંભીર ઈજા : સોલામાં રહેતા યુવકે પાડોશમાં રહેતી યુવતિ સાથે પ્રેમલગ્ન કરતા યુવતિના પરિવારજનો નારાજ હતા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ગુના બની રહ્યા છે. જેમાં હુમલા, હત્યા તથા મારામારીના બનાવો નોંધાઈ રહ્યા છે. આ  પરિસ્થિતિની  વચ્ચે શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં ૩ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતિને સમાધાન માટે બોલાવીને યુવતિના પરિવારજનોએ યુવકના સગાઓ ઉપર સશ્ત્ર  જીવલેણ હુમલો કરતાં એક યુવકને ઈજા પહોંચી છે. અને આરોપીઓ યુવતિનું અપહરણ કરી ભાગી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલામાં પાંચથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી અપહરણકારો પાસેથી યુવતિને છોડાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના એસ.જી.હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપની પાછળ મહાલય બંગ્લોઝમાં રહેતા ભાવિન અતુલભાઈ શાહ નામનો યુવક ચશ્માની દુકાન ધરાવે છે અને નિયમિત રીતે તે પોતે દુકાનમાં હાજરી આપતો હોય છે. છેલ્લા કેટલાંક સમયથી મહાલય બંગ્લોઝમાં રહેતા હોવાથી ત્યાંથી રહેતી એક પલક ભાવેશભાઈ દેસાઈ નામની યુવતિ સાથે પરિચય કેળવાતા બંન્ને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. જા કે પલકના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. પલકના પરિવારજનો ક્યારય નહીં માને એવું માનીને પલક અને ભાવિને ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી લીધા હતા. અને ત્યારબાદ બંન્ને જણા સુખેથી સાથે રહેતા હતા.

પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા પલકના પરિવારજનો તેનાથી નાખુશ હતા અને તેઓ તેને બોલાવતા પણ નહોતા. બંન્ને પરિવારો વચ્ચે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ વર્ષથી સમાધાન થતું નહોતુ. આ દરમ્યાનમાં તા.૭મી ના રોજ ભાવિન શાહ તેની પત્ની પલક કોઈ કારણોસર રાજકોટ ગયા હતા. અને ત્યાં તેના પિતાનો ફોન આવ્યો હતો. અને જણાવ્યુ હતુ કે પલકના માતાપિતા સમાધાન માટે તૈયાર થઈ ગયા છે માટે તું તાત્કાલિક અમદાવાદ આવી જા.

સમાધાન માટે નવરંગપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરની ઓફિસમાં બેઠક યોજવાનું નક્કી કરાયુ હતુ. અને એ મુજબ ગઈકાલે બપોરે ભાવિન અને પલક તથા તેના માતા-પિતા જૈન દેરાસરમાં પહોંચી ગયા હતા. આ સમયે દેરાસરની ઓફિસમાં યુવતિના કેટલાંક પરિવારજનો હાજર હતા અને બંન્ને વચ્ચે શાંતિથી વાતચીત ચાલતી હતી.

જીતુ દેસાઈ અને વાસુ રબારી, જીગર રબારી સહિતના ૧૦ જેટલા શખ્સો હાથમાં
લાકડીઓ લઈને ઘુસી ગયા હતા :પલકનું અપહરણ કરી ભાગી છુટ્યા છે.

પ્રેમલગ્ન કર્યા બાદ પરિવારજનો વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી. અને તેમાં વાતચીત ચાલતી હતી એ દરમ્યાન જ એક ટોળું હાથમાં લાકડીઓ અને પાઈપ લઈને દેરાસરની ઓફિસમાં ધસી આવ્યુ હતુ. ભાવિન અને પલક કશું સમજે એ પહેલાં જ આ ટોળાએ ભાવિન અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. અને મોટાભાગની વ્યક્તિઅોઉપર લાકડીઓના ફટકા મારતાં જેન દેરાસરમાં નાસભાગ મચી જવા પામી હતી. અને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સશ† ટોળાએ કરેલા હુમલામાં ભાવિનના પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. આ દરમ્યાનમાં ટોળું ભાવિનની પત્ની પલકને બળજબરીપૂર્વક અપહરણ કરી ઉઠાવી ગયુ હતુ.

હુમલાના પગલે ભારે બુમાબુમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જૈન દેરાસરમાં મારામારીની ઘટનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી અને સ્થળ પર જ કેટલાંક ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી.

જેમાંથી હેમલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વી.એસ.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે ભાવિને પોલીસ અધિકારીને સમગ્ર હકીકત જણાવી હતી. ભાવીને જણાવ્યુ હતુ કે આ ટોળામાં જીતુ દેસાઈ અને વાસુ રબારી, જીગર રબારી સહિતના ૧૦ જેટલા શખ્સો હાથમાં લાકડીઓ લઈને ઘુસી ગયા હતા અને તેઓએ આ હુમલો કર્યો હતો. અને તેઓ તેની પત્ની પલકનું અપહરણ કરી ભાગી છુટ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.