Western Times News

Gujarati News

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ ટીવી કપલનું બ્રેકઅપ

મુંબઈ: ટીવી કપલ પ્રિયંકા ઉદ્ધવાની અને અંશુલ પાંડેના છ વર્ષની રિલેશનશિપનો અંત આવ્યો છે. પ્રિયંકા અને અંશુલની મુલાકાત સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ ૨૦૧૪માં પર થઈ હતી. એક વર્ષ બાદ બંનેએ ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું. રૂઇદ્ભદ્ભૐમાં બંનેએ પતિ-પત્નીનું પાત્ર ભજવ્યું હતું. પ્રિયંકાએ બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું હતું. તેણે અંશુલ પર છેતરવાનો આરોપ લગાવ્યો હતો અંશુલે તેના પર ખોટા આરોપ લગાવાયા હોવાનું કહ્યું હતું.

એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેની તબિયત સારી નહોતી ત્યારે અંશુલ તેને છોડીને જતા રહેતા તેણે અલગ થવાનો ર્નિણય લીધો હતો. તેણે કહ્યું ગયા અઠવાડિયે મેં કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ લીધો હતો અને તેના કારણે તાવ આવી ગયો હતો. તે સાંજે ૭ વાગ્યે ઘર બહાર ગયો હતો અને થોડા કલાકમાં આવું તેમ કહ્યું હતું. જાે કે, તે બીજા દિવસે સાંજે આવ્યો હતો. મેં તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચેક કરતાં જાણ થઈ હતી કે તે કોઈ છોકરી સાથે હતો. તેથી, મેં રિલેશનશિપનો અંત લાવવાનો અને આ વિશે મારા સોશિયલ મીડિયા પેજ પર પણ પોસ્ટ કરવાનું નક્કી કર્યું હતું’.

તેણે ઉમેર્યું, અંશુલે તેની સાથે ખરાબ વર્તન કર્યું હોય તેવું પહેલીવાર બન્યું નહોતું. તેણે કહ્યું, આ ઘણા સમયથી થઈ રહ્યું હતું. જ્યારે લોકો મને અંશુલ વિશે કહેતા હતા ત્યારે હું તેમનું માનતી નહોતી. હું પ્રેમમાં મૂર્ખ બની ગઈ હતી. અંશુલ ટોક્સિક વ્યક્તિ છે અને તેના કારણે મારા જીવનમાં ઘણી નકારાત્મકતા આવી ગઈ હતી. બ્રેકઅપ બાદ, મને ખુશીનો અનુભવ થાય છે. હું આમાંથી એક ખુશ અને મજબૂત વ્યક્તિ તરીકે બહાર આવવા માગુ છું.

જ્યારે અંશુલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું હું મારા અંગત જીવન વિશે ચર્ચા કરવામાં માનતો નથી. પરંતુ જાે પ્રિયંકા મારા પર છેતરપિંડીનો આરોપ લગાવી રહી હોય તો તે ખોટું છે. કોઈ પણ વ્યક્તિએ આ વાત માન્યતા સાથે કહેવી જાેઈએ, અન્યને નીચા દેખાડીને નહીં. અમે છ વર્ષ સાથે રહ્યા હોઈએ તો, મને ખાતરી છે કે ભાવનાત્મક થાક કરતાં માનસિક ખુશી વધારે હોવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.