Western Times News

Gujarati News

કોરોનાને હરાવી પંત ટીમના બાયો બબલમાં સામેલ થયો

લંડન: ઈન્ડિયન ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જાે કે, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા કોરોનાને હરાવીને રિષભ ટીમના બાયો બબલમાં સામેલ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના પોઝિટિવ થતાં પંતે ૧૦ દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ કર્યો છે. ઉપરાંત પંતના બે આરટીપીસીઆર રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. બીસીસીઆઈએ ગુરુવારે પંતની એક તસવીર સાથે ટિ્‌વટ કર્યું હતું કે, હેલ્લો રિષભ પંત, તમને પાછા લઈને આનંદ થયો.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પંત તેમના એક પરિચિતના ઘરે રોકાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ડેન્ટિસ્ટને બતાવ્યા બાદ તે કોરોનાના ડેલ્ટા ૩ વેરિયન્ટથી સંક્રમિત થયો હતો. પહેલા એવા સમાચાર હતા કે સ્ટેડિયમમાં યુરો ફૂટબોલ ચેમ્પિયનશિપ મેચ જાેયા પછી તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

પંતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ભારતીય ટીમને પત્ર લખ્યો હતો અને વિમ્બલ્ડન અને યુરો મેચોમાં ભીડથી બચવા વિનંતી કરી હતી. હાલમાં ભારતીય ટીમ ડરહમમાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે.

જાે કે, હાલ પંત આ પ્રેક્ટિસ મેચથી બહાર છે. પ્રેક્ટિસ મેચમાં પંતની જગ્યાએ કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રેક્ટિસ દરમિયાન રાહુલે શાનદાર સદી ફટકારીને પોતાની બેસ્ટ પારી દર્શાવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૪ ઓગસ્ટથી નૉટિંઘમમાં શરૂ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.