રાજસ્થાનના બીકાનેર પાસે સતત બીજા દિવસે પણ ધરતીમાં કંપન
બીકાનેર: રાજસ્થાનના રણપ્રદેશ બીકાનેરમાં આજે ફરીથી ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલીજીના જણાવ્યા મુજબ આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૮ હતી. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યુ કે ભૂકંપ આજે સવારે ૭.૪૨ વાગે આવ્યો જે બીકાનેર શહેરથી દૂર હતો. આનાથી એક દિવસ પહેલા આનાતી પણ વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ માપનાર રાષ્ટ્રીય કેન્દ્રની અપડેટમાં જણાવવામાં આવ્યુ છે કે બુધવારે સવારે રાજસ્થાનમાં બીકાનેર પાસે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર બીકાનેરથી ૩૪૩ કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હતુ. જાે કે કોઇ જાનહાની થઇ નથી સુત્રોના જણાવ્યા મુજબ ચોમાસાના વરસાદના દિવસોમાં રાજસ્તાનમાં ગઈ કાલે જે ભૂકંપ આવ્યા તે સપાટીથી ૧૧૦ કિમીના ઉંડાણમાંથી ઉત્પન્ન થયા હતા.
સવારે ૫.૨૪ વાગે અનુભવાયા ઝટકા ગઈ કાલે ભૂંકપના ઝટકા સવારે ૫.૨૪ કલાકે અનુભવાયા હતા. લોકોએ જણાવ્યુ કે ઝટકા ઘણા તીવ્ર હતી. મેઘાલયમાં પણ ભૂકંપના ઝટકા ગઈ કાલે મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં પણ ભૂકંપ આવ્યો. સ્થાનિક લોકોએ રાતે લગભગ ૨.૧૦ વાગે ઝટકા અનુભવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ નોંધવામાં આવી. વળી, લદ્દાખના લેહમાં પણ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા. ભૂકંપના ઝટકા સવારે ૪.૫૭ વાગે આવ્યા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ હતી.