Western Times News

Gujarati News

ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચતા પ્લેનની સંખ્યા વધીને ૨૪ થઈ

નવીદિલ્હી: રાફેલ યુદ્ધ વિમાનોનો સાતમો જથ્થમાં વધુ ત્રણ વિમાન ફ્રાન્સથી ભારત પહોંચી ગયા છે. એકપણ હોલ્ટ કર્યા વગર આ વિમાન આઠ હજાર કિમીની યાત્રા કરી ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુ સેનાની રાફેલ વિમાનોના બીજા સ્ક્વોડ્રનમાં તેને સામેલ કરવામાં આવશે.

ફ્રાન્સથી આવેલા આ વિમાનોને હવાઈ માર્ગમાં વચ્ચે સંયુક્ત અરબ અમીરાતની વાયુસેનાએ ઈંધણ ઉપલબ્ધ કરાવ્યું હતું. ભારતીય વાયુ સેનાએ ટ્‌વીટ કર્યું- ફ્રાન્સના ઇસ્ત્નેસ એર બેઝથી ઉડી નોનસ્ટોપ ત્રણ રાફેલ વિમાન થોડા સમય પહેલા ભારત પહોંચ્યા. હવાઈ માર્ગમાં સહાયતા આપવા માટે યૂએઈ વાયુ સેનાને ભારતીય વાયુ સેના ધન્યવાદ આપે છે. આ જથ્થા બાદ ભારતની પાસે ૨૪ રાફેલ વિમાન થઈ ગયા છે. રાફેલ જેટની નવી સ્ક્વાડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર સ્થિત થશે. પ્રથમ રાફેલ સ્ક્વાડ્રન અંબાલા વાયુ સેના
સ્ટેશન પર સ્થિત છે. એક સ્ક્વાડ્રમાં ૧૮ વિમાન હોય છે.

ભારતે ૩૬ રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ૨૦૧૬માં ફ્રાન્સની સાથે સોદો કર્યો હતો. મહત્વનું છે કે પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો ૨૯ જુલાઈ ૨૦૨૦ના ભારત પહોંચ્યો હતો. ભારતે આશરે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ પાસેથી ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. આ વિમાનોને પાછલા વર્ષે ૧૦ સપ્ટેમ્બરે અંબાલામાં એક કાર્યક્રમમાં સત્તાવાર રૂપથી ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેના માટે રાફેલ વિમાન ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યાં છે, કારણ કે તેના આવવાથી ભારત પોતાના પાડોશીના મુકાબલે વધુ મજબૂત બન્યું છે. ભારતની પાસે યુદ્ધ લડવા માટે એક શક્તિશાળી વિમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.