ઓગસ્ટ થી ધોરણ ૯થી ૧૧ માટે ખુલશે શાળાઓ : પ્રદિપસિંહ જાડેજા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના કાબુમાં આવ્યા બાદ ધોરણ ૧૨ના શાળાકીય શિક્ષણની સત્તાવાર શરૂઆત કર્યા બાદ શાળા સંચાલકો તેમજ શિક્ષણ તજજ્ઞો અન્ય મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા. આજે મુખ્યમંત્રી રૂપાણીની કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ ૯ થી ૧૧ ની શાળાઓ ખોલવા માટે હરી ઝંડી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચામાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલોમાં શરૂ થશે. ધોરણ-૯,૧૦ અને ૧૧નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ અને અન્ય ટેકનોલોજીકલ શિક્ષણ શરૂ કરવામાં આવ્યા બાદ તબક્કાવાર અન્ય ધોરણ માટે પણ શાળાઓ ખૂલશે એવી ચર્ચાઓ થઈ રહી હતી.અગાઉ સરકારે ૫૦ ટકા કેપેસિટી સાથે ધો. ૧૨ અને કોલેજાેને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જાેતા હવે ધો. ૯થી ૧૧માં પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.