રાજ કુંદ્રાને ગરીબો પ્રત્યે ખૂબ નફરત હોઈ અમીર બનવું હતું
મુંબઈ: ખરાબ કારણોસર રાજ કુંદ્રા હેડલાઈનમાં છવાયેલો છે. હાલમાં તેની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન તેવા રાજ કુંદ્રાને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ કુંદ્રાએ ૨૦૧૩માં ફિલ્મફેરને આપેલો ઈન્ટરવ્યૂ હાથ લાગ્યો હતો. જેમાં તેણે સેલ્ફ-મેડ મેન બનવા વિશે તેમજ એક એક્ટ્રેસને પરણવા વિશે વાત કરી હતી.
આપબળે બિઝનેસ ઉભો કરવા અંગે રાજ કુંદ્રાએ કહ્યું હતું કે હું એક વિનમ્ર બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા પિતા ૪૫ વર્ષ પહેલા લંડનમાં સ્થાયી થયા હતા અને બસ કંડક્ટર તરીકે કામ કર્યું હતું, જ્યારે મારી માતા ફેક્ટરીમાં કામ કરતી હતી. અમારું જીવન ક્યારેય સરળ રહ્યું નથી. ૧૮ વર્ષની ઉંમરે કોલેજ છોડી ત્યારથી હું સેલ્ફ-મેડ મેન છું. જ્યારે પણ શિલ્પા મને બેરદરકાર રીતે પૈસા ખર્ચવા અંગે ઠપકો આપે છે ત્યારે હું તેને કહું છું કે મેં જે પૈસા કમાયા છે, તેનો આનંદ લેવામાં મને કોઈ તકલીફ નથી. મારા ગુસ્સાએ મને આગળ ધકેલ્યો હતો. મને ગરીબી પ્રત્યે એટલી નફરત હતી કે હું અમીર બનવા ઈચ્છતો હતો. અને મેં જીવનમાં કંઈક અલગ કરી બતાવ્યું. શિલ્પા આ માટે મારો આદર કરે છે કારણ કે તે પણ સેલ્ફ-મેડ છે.
શિલ્પા શેટ્ટીના પ્રેમમાં પડવા અંગે પણ રાજ કુંદ્રાએ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ શિલ્પાને સેક્સ સિમ્બોલ અને ગ્લેમરસ ક્વીન તરીકે જુએ છે. પરંતુ હું તેનામાં એક સાચી વ્યક્તિ જાેઉ છું. જ્યારે હું તેને પહેલીવાર મળ્યો ત્યારે તે તેની માતા સાથે બેઠી હતી. મને અહેસાસ થયો હતો કે તે કેટલી સાદી છે. તેનામાં સારા સંસ્કાર હોવાનું દેખાતું હતું. તે પહેલી નજરનો પ્રેમ હતો. મેં તેને જ્યારે જાેઈ ત્યારે જ જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધું હતું. અન્ય એક્ટર્સ કરતાં તેને એ બાબત અલગ બનાવે છે કે તે ક્યારે સેલિબ્રિટી હોવાનો સામાન માથે લઈને ફરતી નથી. તે વાત મને સૌથી વધારે સ્પર્શે છે, તેમ તેણે ઉમેર્યું હતું.
રાજ કુંદ્રાએ આગળ જણાવ્યું હતું કે કોઈ વિચારતું હશે કે શિલ્પા ડ્રિંક કરતી હશે, સ્મોક કરતી હશે- જે બાબતો હીરોઈનો સાથે સંકળાયેલી છે. પરંતુ, તે આમાંથી કંઈ કરતી નથી. હું તેને મારા માતા-પિતાને મળાવવા માટે ઘરે લઈ ગયો હતો અને તે ખૂબ સરસ રીતે મળી હતી. તે તેમને પગે લાગી હતી. મને તે ગમ્યું હતું. તે સમયે મને લાગ્યું હતું કે, આ છોકરી મારી પત્ની બની શકે છે. મારા મિત્રોએ મારા આઈડિયાને સપોર્ટ આપ્યો હતો. મને ખબર હતી કે ગ્લેમર ગર્લને પરણવું તે મારા પિતાને નહીં ગમે. પરંતુ તે એકદમ અલગ હતી.