Western Times News

Gujarati News

કરિશ્મા કપૂરે રીયાલીટી શોના કન્ટેસ્ટન્ટને એવું તે શું કહ્યુ કે બધા ભાવુક થઈ ગયા

કરિશ્મા કપૂર સુપર ડાન્સર ૪ની મહેમાન બનવાની છે, જેના દરેક કન્ટેસ્ટન્ટ્‌સ કરિશ્માના સોન્ગ પર પર્ફોર્મન્સ આપશે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ના અપકમિંગ એપિસોડની મહેમાન બનવાની છે. આગામી એપિસોડ ‘કરિશ્મા કપૂર સ્પેશિયલ’ હશે અને તમામ કન્ટેસ્ટન્ટ્‌સ એક્ટ્રેસના ઓલ ટાઈમ સુપરહિટ અને પોપ્યુલર સોન્ગ પર ડાન્સ કરશે.

તો બીજી તરફ દર્શકોને પણ કરિશ્માના ટ્રેડમાર્ક ડાન્સ મૂવ્સ જાેવા મળશે. એપિસોડ દરમિયાન તમામ સાથે મળીને કરિશ્મા કપૂરને સ્પેશિયલ પર્ફોર્મન્સ પણ સમર્પિત કરશે. જે જાેઈને એક્ટ્રેસની આંખમાં આંસુ આવી જશે. આ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ પૃથ્વીરાજને કરિશ્મા કપૂર તરફથી ગિફ્ટ પણ મળવાની છે, જે જાેઈને સૌ ચોંકી જશે.

સુપર ગુરુ કોરિયોગ્રાફર સુભ્રનીલની આ શોમાં ઘણી પ્રશંસા થઈ રહી છે. આ વખતે ફરીથી તે પોતાને સાબિત કરતો દેખાશે. સુભ્રનીલ અને કન્ટેસ્ટન્ટ પૃથ્વી રાજે ‘ફૂલો સા ચહેરા તેરા’ પર પર્ફોર્મન્સ આપ્યું. આ એક્ટ દ્વારા બાળપણથી મોટા થવા સુધીની કરિશ્મા કપૂરની જર્ની બતાવવામાં આવી. એક્ટ સમયે કરિશ્મા કપૂરની તસવીરો બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હતી.

પર્ફોર્મન્સ જાેયા બાદ કરિશ્મા કપૂર સહિત તમામ પોતાના ઈમોશન્સ રોકી શક્યા નહીં અને તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કરિશ્માએ કહ્યું ‘મને આ ખૂબ ગમ્યું. આભાર. આ એટલું સુંદર ટ્રિબ્યૂટ છે કે હું ઈમોશનલ થઈ રહી છું. સાચેમાં મારું હૈયુ ભરાઈ આવ્યું છે. તમારા બંનેની એનર્જી કમાલની હતી. હું માત્ર એટલું કહીશ કે મને ખુશી થઈ રહી છે કે આજે હું સુપર ડાન્સર ચેપ્ટર ૪માં આવી થું અને તમારા તમામનો ડાન્સ જાેવાની તક મળી છે.

આ સુંદર ટ્રિબ્યૂટ માટે આપ તમામનો આભાર. પૃથ્વીની વિનંતી પર શોના મેકર્સે તેના પિતા સાથે વીડિયો કોલની પણ વ્યવસ્થા કરી, જે કરિશ્મા કપૂરના ફેન છે. જ્યાં પૃથ્વીના પિતાએ કરિશ્માના વખાણ કરતાં જણાવ્યું કે, તેઓ તેના ફેન છે. તો કરિશ્માએ પૃથ્વીના પિતાનો આભાર માન્યો અને કહ્યું કે ‘તમારી મહેનતના કારણે જ પૃથ્વી આ સ્ટેજ પર આવી શક્યો છે’.

કરિશ્માએ તેમ પણ કહ્યું કે, તેનો પરિવાર પૃથ્વીનો ફેન છે અને તે તેના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાગી છે. તેણે પાંચ અલગ-અલગ પ્રકારના જૂતાની પાંચ જાેડી પૃથ્વીને આપી. કયા જૂતા પસંદ કરવા તેને લઈને પૃથ્વી મૂંઝવણમાં મૂકાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.