શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધુ
મુંબઇ, પોર્નોગ્રાફીના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેમને પ્રસારિત કરવા બદલ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે શિલ્પા શેટ્ટી પણ તપાસની જ્વાળાઓમાં ભળી જવા લાગી છે. શુક્રવારે પોલીસે શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધ્યું હતું. એક અધિકારીએ આ માહિતી આપી.
તેમણે કહ્યું કે શેટ્ટીના નિવેદનો બપોરે જુહુ સ્થિત તેમના નિવાસસ્થાન પર નોંધાયા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે પણ ઘરની તપાસ કરતાં લેપટોપ કબ્જે કર્યું હતું. જે બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે.
આ પહેલા શુક્રવારે (૨૩ જુલાઈ) મુંબઇની ક્રાઇમ બ્રાંચ તપાસ માટે રાજ કુંદ્રાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટીની પણ લાંબા સમયથી મુંબઈની ક્રાયમ બ્રાંચે દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કેમ ક્રાઇમ બ્રાંચ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ઘરે ૬ કલાક લાંબી તપાસ કરી હતી.
અધિકારીઓ આ કેસમાં સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પુરાવા શોધી રહ્યા છે. રાજ કુંદ્રા એડલ્ટ ફિલ્મ બિઝનેસ કેસમાં શિલ્પા શેટ્ટીની શું ભૂમિકા છે અને આ મામલે શિલ્પાની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.
જાે અહેવાલો માનવામાં આવે તો ક્રાઇમ બ્રાંચ વિયાન ઉદ્યોગના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને તે શોધવા માંગે છે કે સર્વરમાંથી ડેટા કોણે ડિલીટ કર્યો. તે જ સમયે, ફોરેન્સિક નિષ્ણાતો ડેટા પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આજ સુધી ક્રાઈમ બ્રાંચ દ્વારા શિલ્પાને કોઈ સમન મોકલવામાં આવ્યું નથી અને ન તો તેમને શિલ્પા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા છે.
રાજ કુંદ્રાએ પૂછપરછ દરમિયાન એમ પણ કહ્યું છે કે શિલ્પાને આ કેસમાં કંઈ કરવાનું નથી. તેને રાજના કામની જાણકારી પણ નહોતી.
શિલ્પા શેટ્ટીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ પુસ્તકનું પેજ શેર કર્યું છે. જેની શરુઆતમાં અમેરિકન લેખક જેમ્સ થર્બરનો ક્વોટ લખ્યો છે ‘ગુસ્સામાં પાછળ વળીને ન જુએ અને ડરના કારણે આગળપપરંતુ જાગરુકતામાં ચારે તરફ જુઓ’.શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં આગળ લખ્યું છે ‘આપણે તે લોકો પર ગુસ્સે થઈ જઈએ છીએ,
જેમણે આપણને ઈજા પહોંચાડી છે. જે નિરાશા આપણે મહેસૂસ કરી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું છે. આપણે તે આશંકાના ડરમાં રહીએ છીએ કે, આપણે આપણી જાેબ ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીનો શિકાર બની શકીએ છીએ અથવા કોઈના મોતથી દુઃખી થઈ શકીએ છીએ. જે જગ્યાએ રહેવાની જરૂર છે, આપણે ત્યાં જ છીએ.
અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે, તેને ઉત્સુકતાથી નથી જાેઈ રહ્યા પરંતુ પૂરી જાગૃત છીએ કે શું છે’ શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં આગળ લખ્યું છે ‘જ્યારે ઊંડા શ્વાસ લઉ છું ત્યારે જાણીને ખુશી થાય છે કે હું જીવિત છું. હું ભૂતકાળમાં પડકારોનો સામનો કરી ચૂક્યો છું અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીશ. આજ મારે મારું જીવન જીવવામાં વિચલિત થવાની જરૂર નથી’.