Western Times News

Gujarati News

સિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ શેરશાહનું ટ્રેલર રિલીઝ

મુંબઈ: સિદ્ધાર્થ મલહોત્રાની ફિલ્મ શેરશાહનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં વિક્રમ બત્રાનો રોલ કરી રહ્યો છે. વિક્રમ બત્રાને ૧૫ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ ભારત સરકાર દ્વારા મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મેકર્સે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ફિલ્મ શેરશાહનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં કેપ્ટન વિક્રમ બત્રાના જીવન અને તેમની બહાદુરી વિશે બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં જાેવા મળે છે કે, કેવી રીતે વિક્રમ બત્રાએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી. ફિલ્મ શેરશાહના લગભગ ત્રણ મિનિટના ટ્રેલરમાં વિક્રમ બત્રા બનેલા સિદ્ધાર્થ મલ્હોત્રાનો ડાયલોગ, ‘યા તો તિરંગા લહરા કે જાઉંગા, યા તિરંગે મેં લિપટ કર આઉંગા’ અને ‘દિલ માંગે મોર’ તમારા દિલમાં ઉતરી જશે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. વિષ્ણુ વર્ધનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કિયારા અડવાણી પણ છે. ફિલ્મ ૧૨ ઓગસ્ટે ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને કાશ એન્ટરટેનમેન્ટે કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.