Western Times News

Gujarati News

ચૂંટણી હિંસાથી નારાજ વિપક્ષને ભારત યાદ આવ્યું

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ઈમરાન ખાન સરકારથી નારાજ વિપક્ષને ભારતની યાદ આવી છે. વિપક્ષી નેતાએ ઈમરાન ખાન પર નિશાન સાધતા એટલે સુધી કહી દીધુ કે તમારા કરતા તો ભારત સારુ છે. તે કમ સે કમ આવી હરકતો તો નથી કરતું. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના કાર્યકરોએ ખુબ હિંસા આચરી, આ હિંસામાં બે લોકોના મોત થયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પીઓકેની ૪૫ વિધાનસભા સીટો માટે થયેલી ચૂંટણી દરમિયાન રવિવારે ખુબ હિંસા થઈ. પાકિસ્તાની સરકારે અહીં ગેરકાયદેસર રીતે મતદાન કરાવ્યું છે.

ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે છે. જાે કે વિપક્ષી નેતાઓે ડર છે કે સત્તાના દમ પર ઈમરાન ખાન અહીંની હવા પોતાની તરફ કરી શકે છે. ઁસ્ન્-દ્ગ ના નેતા ચૌધરી ઈસ્માઈલ ગુજ્જર ઈમરાન ખાનની પાર્ટી દ્વારા કરાયેલી હિંસાથી ખુબ નારાજ છે. તેમણે ઈમરાન ખાનને ભારતની ધમકી સુદ્ધા આપી દીધી.

૩૫ મતવિસ્તારથી પોતાનું ભાગ્ય અજમાવી રહેલા ઈસ્માઈલે કહ્યું કે સરકારે હિંસા પર રોક લગાવવી જાેઈએ નહીં તો અહીંના હાલાત ખરાબ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે ‘શું અમને ચૂંટણી લડવાનો હક નથીય જાે આવી હરકત કરી તો હું ભારતને પોકારીશ. તમારા કરતા તો તેઓ સારા છે, કમ સે કમ આવું કામ તો નથી કરતા, જે તમે કર્યું છે. ડોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોટલી જિલ્લાના ચારહોઈ વિસ્તારમાં એક મતદાન કેન્દ્ર પર પીટીઆઈ અને પીપીપી કાર્યકરો વચ્ચે થયેલી ઝડપમાં પીટીઆઈના ઓછામાં ઓછા બે કાર્યકરોના મોત થયા છે. અજાણ્યા લોકો દ્વારા થયેલા ફાયરિંગમાં આ કાર્યકરોના જીવ ગયા. અન્ય એક ઘટનામાં ઝેલમ ઘાટી જિલ્લામાં મતદાન કેન્દ્ર પર જમાત એ ઈસ્લામીના કાર્યકરોના હુમલામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.