Western Times News

Gujarati News

વિરપુર તાલુકામાં મેઘમહેર…તો નગરજનો પરેશાન 24 કલાકમાં 65 mm વરસાદથી ઝાડ સહિત વિજ પુરવઠો ખોરવાયો

તાલુકામાં સીઝનનો 254 mm વરસાદ નોંધાયો…

વિરપુર: વિરપુર તાલુકામાં શનિવારની રાત્રિથી એક ધારા પડી રહેલા અનરાધાર વરસાદના કારણે તાલુકાના મુખ્ય મથક વિરપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી જાહેર રોડ ભરાયા હતા રવીવારના રોજ પડેલા સાંબેલાધાર વરસાદથી ઝાડ પડવાની ધટના બની હતી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડો સમય વિજ પુરવઠો પણ ખોરવાયો હતો તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે છેલ્લા 24 કલાકમાં વિરપુર તાલુકામાં 65 mm જેટલો વરસાદ નોંધાયો છે તેટલામાં તો ઠેર ઠેર વૃક્ષો તેમજ કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાય જવાની ધટનાઓ બની છે તાલુકાના વિરપુર થી ડેભારી ગામે જવાના માર્ગ પર વિશાળ મહુળાનુ ઝાટ રોડ પર પડયુ હતું જેના કારણે થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો

જોકે ધટનાની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતાં ધટના સ્થળે દોડી આવ્યા હતા અને જેસીબી વડે ઝાડને રોડ પરથી હટાવવામાં આવ્યું હતું તેવીજ રીતે ભાટપુર વિસ્તારમાં આવેલ ફુટેરા ગામમાં પવનના કારણે વિજ તાર તુટી પડયો હતો સદનસીબે વિજ તાર રહેણાંક વિસ્તારથી 100 મીટર દુર હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી પણ વિજ પુરવઠો ખોટકાયાના 18 કાલાક બાદ પણ ફુટેરા ગામમાં હજુ પુનહ વિજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યું નથી તાલુકામાં અત્યારસુધીનો સીઝનનો કુુલ 254 mm  વરસાદ નોંધાયો છે…

તસવીર લખાણ- વિરપુર થી ડેભારી જવાના માર્ગ પર ઝાડ પડ્યું તો બીજી તસવીરમાં ફુટેરા ગામમાં વિજ તાર તુટી પડતાં વિજ પુરવઠો ખોરવાયો…પુનમ પગી વિર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.