સલમાન ખાને હાથ જાેડીને અથિયા શેટ્ટીની માફી માગી
મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં જ ભાઈ અરબાઝ ખાનના ચેટ શો ‘પિંચ સીઝન ૨’નો મહેમાન બન્યો હતો. આ શોમાં સલમાને કેટલાક મજેદાર ખુલાસા કર્યા છે અને તેના કારણે જ એક્ટર ચર્ચામાં છે. આ જ શોમાં સલમાન ખાને સુનીલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીની માફી માગી હતી. હાથ જાેડીને માફી માગતા સલમાનના વિડીયો પર હવે સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા આવી છે. સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા જણાવતાં પહેલા સલમાને અથિયાની માફી કેમ માગી તે જણાવી દઈએ. ‘પિંચ સીઝન ૨’ના લેટેસ્ટ એપિસોડમાં અરબાઝ ખાને સલમાનને એક સવાલ કર્યો હતો. અરબાઝે પૂછ્યું- ‘સોશિયલ મીડિયા પર તમારા ૧૧૭ મિલિયન ફોલોઅર્સ છે
તેમાંથી તમે ટિ્વટર પર માત્ર ૨૪ અને ઈન્સ્ટાગ્રામ પર ૨૫ને ફોલો કરો છે. હું તમને ત્રણ નામ આપીશ તેમાંથી તમે કોને ફોલો નથી કરતાં એ કહેવાનું છે. કેટરિના કૈફ, સંગીતા બિજલાની અને અથિયા શેટ્ટી. સવાલ સાંભળ્યા પછી સલમાને સંગીતા બિજલાનીનું નામ લીધું હતું. પરંતુ અરબાઝે કહ્યું ના. ત્યારે સલમાને કીધું અથિયા શેટ્ટી અને અરબાઝે હા પાડી.
આ જવાબ આપ્યા પછી સલમાને કેમેરા સામે બે હાથ જાેડીને અથિયા શેટ્ટીની માફી માગી હતી અને હવે ફોલો કરશે તેમ કહ્યું હતું. આ મુદ્દે અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સુનીલે કહ્યું, “સલમાન મારા માટે પરિવાર જેવો છે. તે જે કંઈ કરે છે દિલથી કરે છે. જ્યારે તેણે સ્ક્રીન પર અથિયાની માફી માગી તે ખૂબ જ ક્યૂટ હતું. તેમનો સંબંધ સુંદર છે. મારી વાત કરું તો મારો સલમાન સાથેનો સંબંધ ખાસ છે. કોઈની માફી માગવા માટે હિંમત જાેઈએ. અદ્ભૂત.” સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા જાણ્યા પછી સલમાનનું રિએક્શન શું આવે છે તે જાેવું રસપ્રદ રહેશે.