અનુ મલિકે ભાગીને લગ્ન કર્યા હતા : અભિનેત્રી રીના રોય
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ના તાજેતરના એપિસોડમાં પોતાના સમયના પ્રખ્યાત અભિનેત્રી રીના રૉય જજ બનીને પહોંચ્યા હતા. શૉમાં તેમણે શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા શેર કર્યા હતા, આટલુ જ નહીં તેમણે સિંગર અને કમ્પોઝર અનુ મલિકના પણ એક મોટા રહસ્યનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અનુ મલિક ઈન્ડિયન આઈડલ ૧૨ને જજ કરી રહ્યા છે.
રીના રૉયે ભૂતકાળનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું કે, તે ટોમ બોય પ્રકારની છોકરી હતા અને પોતાની સાથે છોકરીઓની એક ગેન્ગ લઈને ફરતા હતા. તેમને બાઈક ચલાવવાનો પણ શોખ હતો અને તે ખુબ બાઈક ચલાવતા હતા. તેઓ તે સમયે મુંબઈની ૧૬મી લેનમાં રહેતા હતા, જ્યાં અનુ મલિક ઘણાં ચક્કર મારતા હતા. તે ૧૬મી લેનની સૌથી સુંદર છોકરીને લઈને ભાગી ગયા અને તેની સાથે લગ્ન કરી લીધા. મેકર્સે એક પ્રોમો પણ શેર કર્યો છે, જેમાં રીની રૉય કહે છે
– મારી પાસે છોકરીઓની એક ટીમ હતી. અમારા વિસ્તારના લોકો અમારાથી ડરતા હતા. ૧૬મી લેનમાં તમે માત્ર મારું નામ લઈને જાેજાે. અનુ મલિક અમારી ગલીના ચક્કર મારતા હતા. ૧૬મી લેનના સૌથી પવિત્ર પરિવારની સૌથી સુંદર છોકરીને તેઓ ભગાવીને લઈ ગયા હતા. તે અનુ મલિકના પત્ની છે આજે. આ સાંભળીને અનુ મલિકના હોશ ઉડી જાય છે અને બાકી તમામ લોકો પણ ચોંકી જાય છે.
અનુ મલિક કેમેરા પર પોતાના પત્નીને સંબોધીને કહે છે કે, અંજુ, આમાં મારો કોઈ વાંક નથી, રીનાજીએ વાત કહી છે. ઉલ્લેખનીય છે કે અનુ મલિક અને અંજુ એકબીજાને કોલેજના સમયથી ઓળખતા હતા અને પ્રેમ કરતા હતા. તેઓ એકબીજાને ૬ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.