કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા ભારત-શ્રીલંકાની બીજી T-20 મેચ સસ્પેન્ડ
ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજે રમાનારી મેચ મહત્ત્વપૂર્ણ હતી.
તેવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા બંને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. અત્યારે બંને ટીમના ખેલાડીને આઇસોલેશનમાં રાખવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ 27 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થવાની હતી. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવવા જઇ રહેલી આજની મેચ શ્રીલંકા માટે કાંટાની ટક્કર બનવાની હતી, કેમકે શ્રીલંકા આજની મેચ જીતીને સીરીઝમાં વાપસી કરવાની કોશિશ કરશે, જ્યારે બીજી બાજુ કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડની આગેવાની ભારતીય ટીમ આજે જીત મેળવીને સીરીઝ પર કબજો જમવવાનો પ્રયાસ કરવાના હતા.
ભારતીય ટી20 ટીમ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.
શ્રીલંકન ટીમ-
દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના.