Western Times News

Gujarati News

ગુજરાત કોર્ટે પિતા-દીકરી વચ્ચેની વાતચીત બંધ કરાવી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ૧૩ વર્ષની દીકરી અને કેનેડામાં રહેતા તેના પિતા વચ્ચેની વાતચીત બંધ કરાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સાયકોલોજીસ્ટે કોર્ટને જણાવ્યું કે પિતા અને દીકરી વચ્ચેની વાતચીતને કારણે બાળકના માનસ પર નકારાત્મક અસર થાય છે. આ રિપોર્ટના આધારે કોર્ટે વાતચીત બંધ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેનેડામાં રહેતા પિતાને આદેશ આપ્યો હતો કે તે દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરે. આ સિવાય જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ બી.એન.કારિયાની પીઠે જણાવ્યું કે, દીકરીની ઉંમર ૧૮ વર્ષ થઈ જશે

પછી તે પોતે ર્નિણય લઈ શકશે કે તેણે પિતાનો સંપર્ક કરવો છે કે નહીં અને પિતા સાથે સંબંધ રાખવો છે કે નહીં. એડવોકેટ અભિષ્ટ ઠાકરના જણાવ્યા અનુસાર, આ કપલ પરસ્પર સહમતિ સાથે ૨૦૧૫માં અલગ થઈ ગયુ હતું અને માતાને દીકરીની કસ્ટડી મળી હતી. દીકરીને મળવાનો અધિકાર પિતાને પણ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પિતાને દીકરી સાથે વાત કરવાની અને વેકેશન દરમિયાન તેને કેનેડા લઈ જવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. છૂટાછેડા પછી મહિલાએ એક વેપારી સાથે લગ્ન કર્યા અને ઉત્તર ગુજરાતમાં સ્થાયી થઈ ગયા. દીકરી પણ બીજા પિતાના પરિવાર સાથે રહે છે. મહિલાના બીજા પતિના પહેલા લગ્નથી બે બાળકો છે

તે પણ આ પરિવાર સાથે જ રહે છે. ઉલ્લેખનીય છે કે છૂટાછેડાના થોડા વર્ષો સુધી પિતાએ દીકરીનો સંપર્ક ના કર્યો. ત્યારપછી તેમણે દીકરીને મળવાનો પ્રયત્ન કર્યો અને પોતાના મુલાકાતના અધિકારનો ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવી પરંતુ ફેમિલી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. બાળકીની માતાએ કોર્ટમાં અરજી કરી હતી કે પોતાના પિતા સાથે વાત કર્યા પછી દીકરી માનસિક રીતે પરેશાન થઈ જાય છે. આ કારણે પિતાની દીકરીને કેનેડા લઈ જવાની અરજીને ફગાવવામાં આવી હતી.

પિતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને જજાેએ બાળકી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી મનોવૈજ્ઞાનિકોને બાળકી સાથે વાતચીત કરીને રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. રિપોર્ટ સીલ થયેલા કવરમાં કોર્ટને સોંપવામાં આવ્યો. રિપોર્ટને ધ્યાનમાં રાખીને જજાેએ કહ્યું કે બાળકી પરિવાર સાથે ખુશીથી રહે છે. કોર્ટને નથી લાગતું કે પિતા સાથે જવા દઈને તેની માનસિક શાંતિ અને ખુશહાલ જીવનમાં ખલેલ પહોંચાડવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.