Western Times News

Gujarati News

હાયફન ફૂડ્સે અક્ષયપાત્ર ફાઉન્ડેશનને “ડોનેટ મીલ” પ્રોજેક્ટ માટે 22,500 કિલો રેડી ટૂ કૂક પોટેટો ક્યુબ્સ દાન કર્યાં

????????????????????????????????????

હાયફન ફૂડ્સ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના “ડોનેટ મીલ” પ્રોજેક્ટમાં 22,500 કિલો રેડી-ટુ-કૂક પોટેટો ક્યુબ્સ દાન કરશે
પોટેટો ક્યુબ હાયફન ફૂડ્સના સપ્લાય ચેઇન નેટવર્ક દ્વારા દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને હૈદરાબાદમાં ફાઉન્ડેશનના કિચનમાં સીધા ડિલિવર કરાશે

ભારતમાં પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સના સૌથી મોટા ઉત્પાદકો, નિકાસકારો અને રિટેઇલર્સ પૈકીના એક હાયફન ફૂડ્સે ભારતના પ્રતિષ્ઠિત નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ પૈકીના એક અક્ષયપાત્ર સાથે તાજેતરમાં હાથ મીલાવ્યાં છે,

જેથી દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને હૈદરાબાદમાં તેના ડોનેટ મીલ પ્રોજેક્ટમાં 22,500 કિલો રેડી ટુ કૂક પોટેટો ક્યુબ્સ દાન કરી શકાય. આ પહેલ સાથે હાયફન ફૂડ્સ સમાજના વંચિત અને ઓછી આવત ધરાવતા વર્ગને ભોજન પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

કોવિડ-19 મહામારી પ્રેરિત લોકડાઉનને કારણે ગરીબો અને રોજમદારોને ભારે અસર થઇ છે. તેમને ભોજન અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડતાં ઘણાં પરેશાની થઇ છે. તેમને મદદરૂપ બનતા હાયફન ફૂડ્સે રોજમદાર, પ્રવાસી શ્રમિકો, બાંધકામ સાઇટના કામદારો તેમજ વૃદ્ધાશ્રમ અને નાઇટ શેલ્ટર્સમાં રહેતાં લોકોને ભોજન પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પહેલ અંગે વાત કરતાં હાયફન ફૂડ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી હરેશ કરમચંદાનીએ કહ્યું હતું કે, “હાલના પડકારજનક સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી આપણી જવાબદારી છે. અમે અક્ષયપાત્ર ફાઉન્ડેશનની ઉમદા કામગીરી સાથે જોડાઇને તથા સમાજના વિશાળ વર્ગને અમારો સહયોગ પ્રદાન કરવા બદલ વિનમ્રતા અનુભવીએ ચીએ. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તેમના સુધી માત્ર સારું અને સુરક્ષિત ભોજન જ પહોંચે.

અમારા દ્વારા પૂરા પડાતા પોટેટો ક્યુબ્સ સંપૂર્ણપણે તાજા અને પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે. મને વિશ્વાસ છે કે વર્તમાન સ્થિતિમાં જે લોકોને પોષાઇ શકે તેમ નથી તેમને ભોજન પ્રદાન કરવામાં આ સહયોગ ઉપયોગી બની રહેશે. અમે લાંબાગાળાના સહયોગ તથા આ પ્રકારની કામગીરી માટે સતત મદદરૂપ બનવાની આશા રાખીએ છીએ.”

અક્ષયપાત્રના સીએમઓ શ્રી સંદિપ તલવારે કહ્યું હતું કે, “આ સહયોગની તાકાતથી સામૂહિક પ્રયાસોના કેન્દ્રમાં વંચિત સમાજની સુખાકારીની દિશામાં આગળ વધી શકાશે. હાયફન ફૂડ્સ જેવી સંસ્થાઓ તરફથી નિરંતર અને મૂલ્યવાન સહયોગ દ્વારા અમે જરૂરિયાતમંદોને પોષણયુક્ત ભોજન પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. આપણા સામાજિકક્ષેત્રમાં આ પ્રકારની ભાગીદારી સમયની જરૂરિયાત છે.”

હાયફન ફૂડ્સના જનરલ મેનેજર હ્યુમન રિસોર્સિસ શ્રી પુનિત શુક્લાએ કહ્યું હતું કે, “અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર (એમઓયુ)થી જરૂરિયાતમંદોને ગુણવત્તાયુક્ત ભોજન પ્રદાન કરવાન દિશામાં વધુ એક પગલું ભરી શકાશે.

હાયફન ફૂડ્સ ખાતે અમારું માનવું છે કે જો સંસ્થા તેના મૂળ મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ સાથે જોડાયેલી રહે તો જ તે તેની ટકાઉ વૃદ્ધિ જાળવી શકે અને સમાજને યોગદાન આપી શકે. અમે ભૂખ દૂર કરવાના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વિઝનને સપોર્ટ કરવામાં યોગદાન આપતાં ખુશી અનુભવીએ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “સમાજના વંચિત અને ઓછી આવક ધરાવતા વર્ગને તેમના પોતાના અને પરિવારનું ભરણ-પોષણ કરવું મૂશ્કેલ રહ્યું છે. આ પહેલ સાથે જોડાઇને હાયફન ફૂડ્સને સમાજ ઉપર નોંધપાત્ર અસરો પેદા કરવાની તેમજ જરૂરિયાતમંદ સમુદાય સુધી પહોંચીને તેમને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભોજન પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરવાની આશા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.