હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી દર્શન કરવા આવશે
વડોદરા: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. ભક્તોના આંસું રોકાઈ નથી રહ્યા. મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જાેઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના ભક્તો માટે દર્શન શરૂ કરાયા છે.
હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે. સવાર જ સોખડા મંદિરમાં ભક્તોનુ ઘોડાપૂર આવ્યું છે. તો બીજી તરફ, હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો પણ આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દર્શન કરવા આવશે. તો આવતીકાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે.
તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આવતીકાલે મહારાજના દર્શન કરવા આવશે. તો શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા મહારાજના અંતિમ દર્શન કરશે. ૩૧ જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્શન કરવા આવશે. તો બીજી તરફ, પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. આવામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ
હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન ભક્તો માટે શરૂ કરાયા છે. આજે સવારે ૮ થી ૧૨ ડભોઈ તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાના ભક્તોએ દર્શન કર્યા હતા. તો સાથે જ આણંદ જિલ્લા, ખેડા જિલ્લાના ભક્તો માટે પણ સવારનો સમય નક્કી કરાયો હતો. તો ૧૨ થી ૪ દરમિયાન વાગરા, કરજણ, શિનોર અને આમોદ તાલુકાના ભક્તો માટે દર્શન ગોઠવાયા હતા. આ સમય દરમિયાન બોડેલી, સંખેડા, વાઘોડિયા, પાદરા અને જંબુસરના ભક્તો પણ કરી શકશે. તો ૪ થી ૮ દરમિયાન વડોદરા શહેર, સાવલી, હાલોલ, ગોધરા અને દાહોદ, વડોદરા તાલુકાના ભક્તો દર્શન કર્યા હતાં.દર્શન કરવા માટે મોટી મોટી લાઇનો લાગી છે અંદાજે બે કિલોમીટરની લાઇનો લાગી છે.