Western Times News

Gujarati News

કમિશનરનો ૪ લાખનો કૂતરો શોધવા ઘરે ઘરે સર્ચ-ઓપરેશન

ઇસ્લામાબાદ: ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી રહેલા આઝમ ખાનની ભેંસ ચોરાઈ ત્યારે પોલીસ અને પ્રશાસને ઘરે ઘરે જઈને તપાસ શરૂ કરી હતી. આવી જ હવે એક ઘટના પાકિસ્તાનમાં સામે આવી છે. અહીં ગુજરાંવાલા શહેરના કમિશનર જુલ્ફિકાર ઘુમનનો કૂતરો મંગળવારે ગુમ થઈ ગયો છે. તેમના ઓફિશિયલ રેસિડન્સનો ગેટ થોડા સમય માટે ખુલ્લો રહી ગયો હતો એ દરમિયાન જ કૂતરો ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. હવે કૂતરાને શોધવા માટે સ્ટેટ મશીનરીને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

પોલીસ અને નગર નિગમના અધિકારી ઓટોરિક્ષામાં લાઉડસ્પીકર લગાવીને કૂતરો ગુમ થયો હોવાની જાહેરાત કરી રહ્યા છે. એ સાથે જ સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે કે જાે કૂતરો કોઈના ઘરમાંથી મળશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરે કૂતરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે અને તેમણે હાઉસ-ટુ-હાઉસ સર્ચ કરવાની માગણી કરી છે. ત્યાર પછીથી જ ગુજરાંવાલા નગર નિગમ અને પોલીસ વિભાગ તેની તપાસ કરી રહ્યા છે.

અધિકારીઓ શહેરની ગલીઓમાં ઘરે-ઘરે જઈને કૂતરાની તપાસ કરી રહ્યા છે. લોકોને પણ એ વિશે પૂછવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ પ્રમાણે, લોકલ પોલીસ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને તેમની ઓફિશિયલ ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે અને કૂતરાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ હાઉસ કેરટેકર્સને બેદરકારી માટે ખખડાવવામાં આવ્યા છે. હાઉસ સ્ટાફ પર દરવાજાે ખુલ્લો રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ વિશે તેમને ખખડાવવામાં પણ આવ્યા છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, કૂતરાની કિંમત ચાર લાખ હોવાનું માનવામાં આવે છે. જાેકે હજી ઓફિશિયલી કૂતરાની નસ્લ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે કમિશનરની મજાક ઉડાવી રહ્યા છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે સ્ટે મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિએ પ્રહાર કરતાં કહ્યું છે કે ચોર અને લૂંટારાઓને પકડવાની જગ્યાએ પોલીસ કૂતરાની તપાસ કરવી રહ્યા છે. એક બીજી વ્યક્તિએ કહ્યું હતું કે પ્રશાસનના અધિકારી કમિશનરના નોકર નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.