નેહા ઈન્ડિયન આઈડલના ફિનાલેમાં જાેવા નહીં મળે
મુંબઈ: સિંગર અને જજ નેહા કક્કડ મે ૨૦૨૧ સુધી ઈન્ડિયન આઈડલ ૧૨ના જજની ખુરશી પર જાેવા મળી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસના કારણે શૂટિંગ પર પ્રતિબંધ લાગતાં ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની ટીમ શૂટિંગ માટે દમણ પહોંચી હતી. નેહાએ પણ દમણમાં ૧-૨ એપિસોડ શૂટ કર્યા હતા ત્યાર પછીથી તેની બહેન સોનુ કક્કડ શોમાં જજ તરીકે જાેવા મળે છે.
મ્યૂઝિક રિયાલિટી શો ફિનાલેની નજીક છે ત્યારે સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, નેહા શોના ફિનાલે એપિસોડમાં પણ નહીં જાેવા મળે. સૂત્રના જણાવ્યા અનુસાર, છેલ્લી કેટલીક સીઝનથી નેહા આ શોમાં જજ તરીકે જાેવા મળે છે ત્યારે તે બ્રેક લેવા માગતી હતી. નેહાએ ઘણાં વર્ષો સુધી કઠોર પરિશ્રમ કર્યો છે અને ઘણું મેળવ્યું છે. હવે તે પોતાના પતિ રોહનપ્રીત સાથે ક્વોલિટી ટાઈમ વિતાવા માગે છે.
આ જ કારણ છે કે, ઈન્ડિયન આઈડલની ટીમ મુંબઈ પરત આવી પછી પણ નેહાએ શૂટિંગ શરૂ નથી કર્યું. નેહાના બદલે તેની બહેન સોનુએ જજની ખુરશી સંભાળી છે અને શોના અંત સુધી તે જ દેખાશે.
હાલ ઈન્ડિયન આઈડલ ૧૨માં જજ તરીકે હિમેશ રેશમિયા, સોનુ કક્કડ અને અનુ મલિક જાેવા મળે છે. આ શોનો હોસ્ટ આદિત્ય નારાયણ છે. અત્યાર સુધીમાં બોલિવુડના કેટલાય પ્રખ્યાત કલાકારો જેવા કે, ધર્મેન્દ્ર, હેમામાલિની, શત્રુઘ્ન સિન્હા, રીના રોય, નીતૂ સિંહ, સિંગર કુમાર સાનુ, ઉદિત નારાયણ, અનુરાધા પૌડવાલ, આશા ભોંસલે સ્પેશિયલ ગેસ્ટ તરીકે
નેહા ઉપરાંત વિશાલ દદલાની પણ ખાસ્સા સમયથી જજની ખુરશી પરથી ગાયબ છે. વિશાલના બદલે હાલ અનુ મલિકે જજની ખુરશી સંભાળી છે.
નેહાની વાત કરીએ તો, તેના અથવા શોના મેકર્સ તરફથી ફિનાલે એપિસોડમાં તે દેખાશે કે કેમ તેની કોઈ પુષ્ટિ નથી થઈ. પરંતુ નેહાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અંદાજાે લગાવી શકાય છે કે, પતિ રોહનપ્રીત સાથે ટ્રાવેલિંગ કરવામાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતે ઓક્ટોબર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.
ઈન્ડિયન આઈડલ ૧૨ની વાત કરીએ તો, ઓગસ્ટ મહિનામાં ફિનાલે યોજાવાનું છે. હાલ શોને ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્સ મળી ગયા
છે. જેમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, નિહાલ તૌરો, શન્મુખપ્રિયા અને મોહમ્મદ દાનિશનો સમાવેશ થાય છે.