અફઘાનિસ્તાનમાં કોમેડિયનનું અપહરણ કરી હત્યા
કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાન કોમેડિયન કહેર કલાકારો પર પણ જાેવા મળી રહ્યો છે. તાલિબાની આતંકીઓએ લોકપ્રિય કોમેડિયન નજર મોહમ્મદ ઉર્ફે ખાશાનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી છે.
આતંકીઓએ તેની હત્યા કરતા પહેલાં તેને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે તેજીથી વાયરલ થઇ રહ્યો છે. મોહમ્મદને તાલિબાન લડવૈયાઓએ તેને ઘરની બહાર ખેંચી લીધો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
તાલિબાન લડવૈયાઓ કંદહાર પ્રાંતમાં સરકાર માટે કામ કરતા લોકોને શોધી કાઢવા અને તેમની હત્યા કરવા માટે ઘરે ઘરે શોધખોળ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યુઝે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું છે કે નઝર મોહમ્મદને ઘરની બહાર ફેંકી દેતાં તેની હત્યા કરવામાં આવી હતી.૨૩ જુલાઇએ તેની હત્યા કરવામાં આવી હતી.
Taliban executed this poor Comedian #Khasha Zwan that it’s “HARAAM” in Islam to make people laugh.
The video is moments before his death.— Shama Junejo (@ShamaJunejo) July 27, 2021
તેના પરિવારના સભ્યોએ હત્યા માટે તાલિબાનને દોષી ઠેરવ્યા હતા. જાે કે, કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે આ ઘટનામાં ભાગ લેવાની ના પાડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, હાસ્ય કલાકાર અગાઉ કંદહાર પોલીસમાં કામ કરતો હતો. કંદહારનો એક અફઘાન હાસ્ય કલાકાર, જેણે લોકોને હસાવ્યા, જે નિર્દોષ હતો,
તે તાલિબાનના આતંકવાદીઓ દ્વારા ર્નિદયતાથી માર્યો ગયો. તેને તેના ઘરેથી લઈ જવામાં આવ્યો હતો. તાજૂડેન સોરોશએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે કંધારી કોમેડિયન ખાશાનું પહેલા તાલિબાનના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આ પછી આતંકીઓએ તેને કારની અંદર અનેક વખત થપ્પડ મારી હતી અને આખરે તેનો જીવ લઈ લીધો.