વાહન ચોરીમાં ત્રણ ઈસમો ઝડપાયા
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકે જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે. રાજપુત ઈ.પો. ઈન્સ. એલ.સી.બી ખેડા-નડીયાદની સુચના મુજબ સ્ટાફ તેમજ એલ.સી.બી.પોલીસે ડાકોર પો.સ્ટે વિસ્તારમાં મહોરમના તહેવાર અનુસંધાને પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમીના આધારે ડાકોર ચોકડી પાસેથી (૧) પ્રવિણકુમાર ઉર્ફે મુકો ભારતસિંહ પરમાર (ર) કલ્પેશકુમાર ઉર્ફે કમો રંગીતસિંહ પરમાર બન્ને રહે. કંથરાઈ બસ સ્ટેન્ડ પાસે, તથા (૩) જીતેન્દ્રકુમાર ઉર્ફે પકો અર્જુનસિંહ ચાવડા (રહે.મોટા જારાપુરા ટાંકીવળુ ફળયુ, તા. ઠરાસ જી. ખેડા) એક સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. જીજે ૦૭ સી.એમ ૩ર૧૪ કિ. રૂ.રર,૦૦૦/- સાથે ઝડપી પાડી પુછપરછ દરમ્યાન જણાવેલ કે આજથી આશરે છ એક માસ પહેલા બાયડ ગાબઠ રોડ ઉપરથી ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે ખરાઈ કરતા સદર મોટર સાયકલ અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસે પકડી અટક કરી આરોપીઓની વધુ ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન ડાકોર ભગન જીન પાસેથી એક લાલ કલરનું પાણીનુ ટેન્કર કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- તેમજ આણંદ ટાઉન હોલ પાસેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા નંબર વગરની કિંમત રૂ.રપ,૦૦૦/- તથા ડાકોર કપડવંજ રોડ ઉપરથી એક હિરો સ્પ્લેન્ડર બાઈક નં જીજે ૦૭ સી.બી. ૮રપ૬ કિમત રૂ.રપ,૦૦૦/- ની તેમજ અંબાવ રોડ ઉપર અંબાવ ફાટક પાસેથી ઉમરેઠ ઓવરબ્રીજ પાસેથી જુદા જુદા વાહનો તેમજ ટ્રેકટરોમાંથી બેટરીઓ નંગ – ૬ કિંમત રૂ.૬૦,૦૦૦/- ની ચોરીની કબુલાત કરતા તમામ મુદ્દામાલ કિ. રૂ.ર,૧૦,૦૦૦/-નો કબ્જે કીર મુદ્દામાલ બાબતે ખરાઈ કરતા આણંદ ટાઉન હોલ પાસેથી ચોરાયેલ મો.સા. આણંદ ટાઉન પોલીસમાં ચોરાયેલ હોય જે વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાઓ શોધવામાં અલ.સી.બી. ખેડા-નડીયાદનાઓને સફળતા મળેલ છે.*