Western Times News

Gujarati News

શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકીથી યાત્રાળુઓ ત્રાહિમામ

(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાં થી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂરતી કામગીરી કરનાર સંસ્થાઓ પણ મૌન ધારણ કરી લેતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે શામળાજી ગ્રામ પંચાયત દ્વારા એસટી ડેપોની આજુબાજુમાં સફાઈ અભિયાન હાથધરવામાં આવે તે ખુબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સમર્થન આપવાની સાથે પ્રજાજનોની જનજાગૃતિ માટે એનસીસી દ્વારા “સ્વચ્છ ભારત મિશન” યાત્રા એનસીસી કેડેટના સાયકલિસ્ટ દ્વારા કેરળ થી દિલ્હી સુધી સાયકલ યાત્રા યોજી છે મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં પ્રવેશી સાયકલ યાત્રા શામળાજીના શ્યામલ વન ખાતે આવી પહોંચી હતી બીજીબાજુ બસ સ્ટેન્ડ અને શામળાજીના વિસ્તારોમાં ગંદકીથી ખદબદી રહ્યા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની દહેશત પેદા થઇ રહી છે શામળાજી બસ સ્ટેન્ડ નજીક આવેલા સુલભ શૌચાલય માંથી ઉભરાતા ગટરના પાણી થી દુર્ગંધ મારતા મુસાફરો બસ સ્ટેન્ડમાં ઉભા રહેતા પણ ગભરાઈ રહ્યા છે બસ સ્ટેન્ડના આજુબાજુમાં ઉભા રહેતા ફેરિયાઓ પણ ગંદકી કરતા હોવાથી તેમની સામે દંડાત્મક કામગીરી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.