Western Times News

Gujarati News

ACCની સ્વાવલંબન પહેલએ ભારતમાં 14399 મહિલાઓને નાણાકીય રીતે પગભર બનાવી

મુંબઈ, એસીસી લિમિટેડ મહિલા સશક્તિકરણને સતત વિકાસ માટેનો મુખ્ય આધારસ્તંભ ગણે છે અને સમુદાયોના વિકાસ માટે સમાન વાતાવરણ ઊભું કરવા માટે સતત કામ કરે છે.

એસીસીની સ્વાવલંબન પહેલથી 14399 મહિલાઓ સક્ષમ બની છે અને પરિણામે લિંગસમાનતાને પ્રોત્સાહન મળ્યું છે. મહિલાઓને સતત આજીવિકા અને તેમને નાણાકીય રીતે પગભર કરવી આ પહેલનું કેન્દ્ર છે. સ્વાવલંબન દ્વારા એસીસી એની કામગીરીના ક્ષેત્રોમાં અને એની આસપાસ સ્વયંસહાય જૂથો (એસએચજી) બનાવવા મહિલાઓને પ્રોત્સાહન આપે છે. આ તેમને તેમના પરિવારની આવક વધારવા અને તેમને નિર્ણય લેવા સક્ષમ બનાવવા સૂક્ષ્મ-ઉદ્યોગસાહસોની સ્થાપનામાં મદદ કરે છે. આ રીતે તેમને સમુદાયમાં ઉચિત સ્થાન મેળવવામાં મદદ મળે છે.

આ પહેલ અંતર્ગત એસએચજીના સભ્યો ક્ષમતાનિર્માણ, વિવિધ વ્યક્તિગત ક્રાફ્ટ, માર્કેટિંગની કુશળતાઓ, એકાઉન્ટ, ટીમવર્ક અને અન્ય પ્રસ્તુત કૌશલ્યોમાં તાલીમ મેળવે છે.

એસીસી લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી  શ્રીધર બાલાક્રિષ્નને કહ્યું હતું કે, “એસીસીમાં અમે અમારા સમુદાયના સતત વિકાસ માટે સર્વસમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરવા કટિબદ્ધ છીએ. સ્વાવલંબન દ્વારા અમે અમારી મહિલાઓને સક્ષમ બનાવવાનું ચાલુ રાખીશું તથા તેમને જીવનની ગુણવત્તા સુધારવા અને સતત આજીવિકા મેળવવાની તકો પ્રદાન કરીશું.”

એસીસીની આજીવિકા, રોજગારદક્ષતા અને આવક પેદા કરવાની પહેલના ભાગરૂપે એસીસી સ્વાવલંબન વૃદ્ધાશ્રમો, ડે કેર સેન્ટર્સ અને વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રકારની અન્ય સુવિધાઓ સ્થાપિત કરવા કામ કરે છે તથા સામાજિક અને આર્થિક પછાત જૂથોની અસમાનતા ઘટાડવા પગલાં લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.