૧૪૦ કરોડનો ખર્ચ કરી સમઘીના પરિવારની મેડિકલ કોલેજને બધેલ સરકારી બનાવશે
રાયપુર: છત્તીસગઢ વિધાનસભામાં ભુપેશ બધેલ સરકારે દુર્ગ જીલ્લામાં આવેલ એક ખાનગી ચિકિત્સા મહાવિદ્યાલયના અધિગ્રહણ માટે વિધેયક રજુ કર્યું છે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ટી એસ સિંહદેવે છત્તીસગઢ ચંદુલાલ ચંદ્રાકાર સ્મૃતિ મહાવિદ્યાલય દુર્ગ(અધિગ્રહણ) વિધેયક ૨૦૨૧ રજુ કર્યું તે અનુસાર દુર્ગ જીલ્લાના કચાંદુરમાં આવેલ સંબંધિત ચિકિત્સા મહાવિદ્યાલયનું નિયંત્રણ સરકારને સોંપવામાં આવશે તેના માટે રાજય સરકાર હોસ્પિટલ પ્રબંધનને રકમનું વળતર કરશે
વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે રાજય સરકાર રકમની ગણતરી માટે એક વિશેષ અધિકારીની નિયુક્તિ કરશે વિશેષ અધિકારી ચલ અને અચલ સંપત્તિના ૬થી ૧૨ મહીનાની અંદર મૂલ્યાંકન કરશે વિધેયકની અંદર અધિગ્રહણની અનિવાર્યતાને જાેતા વળતર યોગ્ય રકમ નિર્ધારિત કરી વાસ્તવિક મૂલ્યાંકન રકમને બે ગણી હશે જાે કે રાજયના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આ વિધેયકનો વિરોધ કર્યો છે વિરોધ પક્ષે આ મહાવિદ્યાલયના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના સંબંધીથી જાેડાયેલ સંપત્તિ હોવાનો આરોપ લગાવતા વિધેયક પાછું લેવાની માંગ કરી છે.
રજુ કરવામાં આવેલ વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે આ ચિકિત્સા મહાવિદ્યાલયની સમસ્ત સંપત્તિઓ તમામ અધિભારથી મુકત થઇ સરકારમાં નિહિત થશે અને દેયતા માટે સરકાર દ્વારા કોઇ વળતર નહીં હોય આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ મહાવિદ્યાલયનું અધિગ્રહણ કરવાથી રાજય શાસન પર પ્રતિવર્ષ લગભગ ૧૪૦ કરોડ રૂપિયાનો માર આવશે વિધેયક અનુસાર ચિકિત્સા મહાવિદ્યાલયના અધિગ્રહણ બાદ મહાવિદ્યાલયના કર્મચારી સરકારની સેવામાં રહેવાનો દાવો પણ કરી શકશે નહીં
વિધાનસભામાં રજુ કરવામાં આવેલ વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે મહાવિદ્યાલયના માલિકોએ નાણાંકીય મુશ્કેલીઓને કારણે રાજય સરકારને તેનું અધિગ્રહણ કરવા માટે કહ્યું હતું બીજીબાજુ સરકારી સુત્રોનું કહેવુ છે કે આ મહાવિદ્યાલયનું અધિગ્રહણ છાત્રોના ભવિષ્યને જાેતા વધુ મહત્વપૂર્ણ હતું. આ મેડિકલ કોલેજના વળતર રકમ જ ફકત વિવાદનો મુદ્દો નથી હકીકતમાં આ કોલેજમાં અનિયમિતતાઓને લઇ પહેલા પણ અનેક વાર ફરિયાગો આવી ચુકી છે.