Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૭ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં કુલ ૨૭ કેસ નોંધાયા છે. ૩૩ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૪૮૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૫ ટકાએ પહોંચ્યું છે. જાે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૪૮,૫૬,૮૪૨ લોકોનું પ્રથમ ડોઝનું અને ૭૭,૫૭,૬૧૯ લોકોનું બીજા ડોઝનું રસીકરણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ ૩,૨૬,૧૪,૪૬૧ ડોઝ રસીનો અપાઇ ચુક્યાં છે. એટલે કે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી ૫૦ ટકા નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.

જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૭૦ નું પ્રથમ અને ૧૦૧૦૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૯૫૪૨ લોકોને રસીનો પ્રથમ અને ૭૨૬૦૮ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના નાગરિકો પૈકી ૨૩૩૫૫૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૪૩૦૭૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૪,૩૯,૦૪૫ નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ ૩,૨૬,૧૪,૪૬૧ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૬૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ દર્દી વેન્ટીલેટર પર છે. ૨૬૩ લોકો સ્ટેબલ છે. ૮,૧૪,૪૮૫ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૦૭૬ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે આજે એક પણ મોત નથી નોંધાયું. સતત ઘટી રહેલા કેસ ગુજરાત માટે રાહતના સમાચાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.