Western Times News

Gujarati News

રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો,મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી હતી

મુંબઇ: રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે શર્લિન ચોપરા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસ આવી હતી. અનેક મોડલ્સ તથા એક્ટ્રેસ રાજ કુંદ્રાની એપ હોટશોટ્‌સ વિરુદ્ધ ખૂલીને બોલી રહ્યાં છે. જાેકે શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા પર સેક્સ્યૂઅલ મિસકંડક્ટનો આરોપ લગાવ્યો છે. આ પહેલાં શર્લિને એપ્રિલ, ૨૦૨૧માં રાજ વિરુદ્ધ એફઆઇઆર કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ હાલમાં ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટે ૨૮ જુલાઈના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

શર્લિને કહ્યું હતું કે રાજ કુંદ્રા ૨૭ માર્ચ, ૨૦૧૯ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેમની વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે સતત ના પાડતી હતી. તેણે રાજને કહ્યું હતું કે તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી અને બિઝનેસને એન્જાેયમેન્ટ સાથે મિક્સ કરવા માગતી નથી. વધુમાં રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે.

શર્લિને આગળ એવો દાવો કર્યો હતો કે તે ઘણી જ ડરી ગઈ હતી અને તે સતત રાજને આમ ના કરવાનું કહેતી હતી. જાેકે રાજે તેની વાત માની નહોતી. ત્યાર બાદ તેણે ગમે તેમ કરીને રાજને જાેરથી ધક્કો માર્યો હતો અને તે વોશરૂમમાં જતી રહી હતી. જ્યાં સુધી રાજ તેના ઘરેથી ના ગયો ત્યાં સુધી તે વોશરૂમમાં જ રહી હતી.મુંબઈ પોલીસના સાયબર સેલે ૨૦૨૦માં આર્મ્સપ્રાઇમ વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆર હેઠળ શર્લિનને આરોપી તરીકે રજૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે ૨૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિનને સમન્સ પાઠવ્યું હતું. જાેકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા.

૨૦૧૯માં શર્લિન ચોપરાએ આર્મ્સપ્રાઇમની સાથે તેણે એક કરાર કર્યો હતો. જાેકે શર્લિને પછી આર્મ્સપ્રાઇમ સાથેનો કોન્ટ્રેક્ટ રિન્યૂ કર્યો નહોતો. તેને ૫૦-૫૦%ના રેવન્યુ શૅરિંગ સામે વાંધો હતો. કોન્ટ્રેક્ટ પૂરો થતાં તેણે એપ પર જે કન્ટેન્ટ છે એ હટાવવાનું કહ્યું હતું, પરંતુ હજી પણ એ કન્ટેન્ટ છે. કોન્ટ્રેક્ટ દરમિયાન શર્લિને એપ માટે કેટલાક વીડિયો શૂટ કર્યા હતા, જેમાંથી એક ‘ચોકલેટ વીડિયો’ અંગે સાયબર પોલીસે પૂછપરછ કરી હતી. શર્લિનની એ સમયે આર્મ્સપ્રાઇમના ક્રિએટિવ હેડ સાથે ઉગ્ર દલીલો થઈ હતી.

‘ચોકલેટ વીડિયો’ મુંબઈના અંધેરી (પૂર્વ)ની એક હોટલમાં શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયો શૂટ અંગે ચોપરાએ કહ્યું હતું કે ક્રિએટિવ હેડે તેને શરમ છોડીને હોલિવૂડ મોડલની જેમ ખૂલીને સીન આપવાનું કહ્યું હતું. શર્લિને પોલીસને કહ્યું હતું કે માર્ચ ૨૦૧૯માં રાજ કુંદ્રાએ ‘ધ શર્લિન ચોપરા એપ’ના આઇડિયા સાથે તેના બિઝનેસ મેનેજરનો સંપર્ક કર્યો હતો. રાજે એમ કહ્યું હતું કે તે જે કન્ટેન્ટ સો.મીડિયામાં અપલોડ કરે છે એ મફત છે,

પરંતુ કસ્ટમાઇઝ એપના માધ્યમથી તે પૈસા કમાઈ શકે છે. શર્લિને વધુમાં જણાવ્યું હતું કે આર્મ્સપ્રાઇમ તથા રાજ કુંદ્રાની સાથે તેણે ૧૨ મહિનાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો અને એમાં તેને ક્યારેય કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તેને ખ્યાલ હતો કે આ પ્રકારના નેચરનું કન્ટેન્ટ પ્રસારિત કરવું કાયદાકીય રીતે કોઈ મુશ્કેલી સર્જી શકે એમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.