Western Times News

Gujarati News

“AMC દ્વારા મ્યૂનિ. સ્કુલના બાળકો માટે વિના મૂલ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર સમર કિડ્સ કાર્નિવલ…”

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 26 એપ્રિલે  રિવરફ્રન્ટ ખાતે River side Fun-Fiesta નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પશ્ચિમ ઝોન-1 ની નારણપુરા અને એલિસબ્રીજની શાળાઓના કુલ 100 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં નારણપુરા શાળા નંબર-1ની વિદ્યાર્થીનીઓ દ્વારા ભગવાન રામના આગમનને વધાવતું સુંદર ‘ગીત મેરે ઘર રામ આયે હૈ …’નૃત્ય સાથે રજુ કર્યું હતું. આ ઉપરાંત સિગ્નલ સ્કૂલના બાળકો દ્વારા ‘મેરા મુલ્ક મેરા દેશ… દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું.Fun Fiesta માં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી.

રંગબેરંગી ફુગ્ગાઓ દ્વારા વિવિધ આકારો બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને દોરડા કૂદની રમત રમાડવામાં આવી હતી. આ ઉપરાંત રંગબેરંગી ચોક દ્વારા વિવિધ પ્રકારની સુંદર રંગોળીઓ બનાવવામાં આવી હતી.જે તેમને આનંદ સાથે જ્ઞાન પણ પૂરું પાડતી હતી. આ રમતો રમવાની વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી હતી.

આ ઉપરાંત, નારણપુરા શાળા નંબર-1ના વિદ્યાર્થીઓ દ્વારા કસરત સાથે આનંદ મળે તેવો સુંદર એવા ઝુમ્બા ડાન્સની આગેવાની લેવામાં આવી હતી. અને ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને જનતાને ઝુમ્બા ડાન્સ કરાવવામાં આવ્યો હતો.આમ,Fun-Fiesta કાર્યક્રમ બાળકો માટે ખરેખર ખૂબ  Fun પૂરું પાડનાર બન્યો હતો.આગામી સમયમાં આ સુંદર  કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 12 ઝોનના આશરે 1200 વિદ્યાર્થીઓ Fun-Fiesta કાર્યક્રમનો લાભ હતો .

AMC દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ ના બાળકો માટે સમગ્ર વેકેશન દરમ્યાન ચાલનારા આવા કિડ્સ કાર્નિવલ માં બાળકો ભરપૂર મનોરંજન સાથે પોતાનામાં રહેલા કૌશલ્ય ને બતાવવા ની સુંદર તક આપવા માટે વાલીઓ ખુશખુશાલ સાથે AMC નો આભાર માન્યો હતો. સાથેસાથે આવા બાળકો ની fun- blast એક્ટિવિટી જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી જોવા મળી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.