Western Times News

Gujarati News

જામીન પર છૂટીને ચિટરની જૂનમાં ૨૦ લાખની ઠગાઈ

અમદાવાદ: આપણે સામાન્ય રીતે એવું ધારતા હોઈએ છીએ કે જાે કોઈ આરોપી જામીન પર બહાર નીકળે તો તે ખૂબ જ સામાન્ય જીવન પસાર કરવા માટે પ્રયાસરત હોય છે અને ભૂલથી ક્યાંક કોઈ બીજાે ગુનો આચરી ન બેસે તે માટે સાવધાન રહે છે. જાેકે અમદાવાદના ફક્ત ૧૨ ધોરણ પાસ ભેજાબાજ હર્ષવર્ધન પરમાર માટે આ શક્ય ન હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ જેટલા દેશોના કુલ ૨૫૦૦૦ લોકો સાથે છેતરપીંડી આચરીને આશેર રુ. ૫ કરોડની કિંમતની વસ્તુઓ ખરીદી તેને સ્થાનિક માર્કેટમાં વેચી નાખવાના કેસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના ઈશનપુર વિસ્તારનો રહેવાસી ૨૧ વર્ષનો પરમારે જેવો જામીન પર છૂટ્યો કે પરત પોતાના ગોરખધંધા શરું કરી દીધા છે અને પોતાના શિકારના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ મારફત લાખો રુપિયાની વસ્તુઓ ખરીદીને સ્થાનિક દુકાનોમાં વેચી છે. પોલીસે કહ્યું કે, અમારું માનવું છે કે જૂન મહિના દરમિયાન પરમારે રુ. ૨૦ લાખની છેતરપિંડી આચરી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે તેણે આશ્રમ રોડ અને ઇસ્કોન ક્રોસ રોડ પરથી જુદા જુદા શો રુમમાંથી અનેક વસ્તુઓની ખરીદી કરી છે જેમાં મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સામેલ છે. પોલીસે અધિકારીએ ઉમેર્યું કે, ‘આ વખતે પણ પરમારે પહેલા જેવી જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે. તેણે આ વખતે પણ તેના ભોગ બનનારના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ડિટેઇલ મારફત મોંઘા ડિવાઇસ ખરીદ્યા છે જેને તેણે પછી સ્થાનિક દુકાનદારને વેચી દીધા છે અથવા તો પોતાના કોઈ મિત્રને ગિફ્ટ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.