Western Times News

Gujarati News

ખેડૂતોને કપાસની ખેતીમાં મુંઝવતો પ્રશ્ન ગુલાબી ઇયળના નિયંત્રણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે ગુલાબી ઇયળના નિયંત્રણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

અગમચેતીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને માહિતગાર કરાયા

માહિતી બ્યુરો, મોરબી,  હાલની પરિસ્થિતમાં ખેડૂતોને કપાસની ખેતીમાં મુંઝવતો પ્રશ્ન હોય તો ગુલાબી ઇયળ છે. આ ગુલાબી ઇયળનો ઉપદ્રવ હવે શરૂ થવાની તૈયારી હોઇ અગમચેતીના પગલા રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. એલ. એલ. જીવાણીએ કેન્દ્રની તમામ પ્રવૃતિઓથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. જ્યારે વિષય નિષ્ણાંત (પાક સંરક્ષણ) શ્રી ડી.એ.સરડવાએ ગુલાબી ઇયળ કઇ રીતે આવતી ઓછી થાય અને તેના સંકલિત નિયંત્રણ વિશે માહિતગાર કર્યા હતા. આ તાલીમમાં ખેડૂતોએ કોવીડ ગાઇડલાઇનનું પાલન કરી બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.

આ તાલીમ કૃભકોના સંયુક્ત ઉપક્રમે ગોઠવવામાં આવેલ જેમાં કૃભકોના ઝોનલ મેનેજર શ્રી વસોયા એ જૈવિક ખાતરના વપરાશ વિશે માહિતી આપેલ અને ફિલ્ડ ઓફિસર શ્રી રાબડીયાએ આભાર વિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.