રસ્તાના ખાડા હાડકાં ભાંગશે: વીજ થાંભલાના ખુલ્લા વાયર મોત આપશે
આ વર્ષે પણ ઠેર ઠેર વીજ થાંભલાના ડીપી ખુલ્લાં રહેતાં કરંટ લાગવાની શક્યતા વધુ
અમદાવાદ, શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ પડે એટલે તંત્રની પોલ ખૂલવાની શરૂઆત થઈ જાય છે. પહેલાં વરસાદમાં રસ્તાની હાલત એટલી બધી બિસમાર થઈ જાયછે કે ઠેર ઠેર ખાડા પડી જાય છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અને કેટલાક લોકોનાં હાડકાં પણ ભાંગી જાય છે. રોડ પરના રસ્તા હોસ્પિટલ બતાવેછે
જ્યારે વીજ થાંભલાના ખુલ્લા ડીપી મૃત્યુદ્વાર બતાવે છે. ચોમાસામાં યમરાજની જેમ ઠેરઠેર ખુલ્લાં વીજ થાંભલાના ડીપીથી સાચવવું જરૂરી છે, નહ તો મોત ક્યારે આવી જશે તે ખબર નહીં પડે.
શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈછે અને ર૪ કલાક ભેજવાળું વાતાવરણ પણ રહેછે તેવામં શોર્ટ સર્કિંટ તથા કર્ટ લીકથવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ચોમાસામાં સ્ટ્રીટ લાઈટના થાંભલાના ખુલ્લા વાયર જાેખમીબને છે. વરસાદમાં આવા ખુલ્લા વાયરના કારણે લોકોમોતને ભેટ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે.
શહેરજનોને રાતના અંધારામાં અજવાળું પાથરવર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ સાંજના સાડા સાત વાગ્યે ચાલુ થાય છે અને વહેલી સવારના સાડા પાચ વાગ્યે બંધ થઈજાય છે. વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે હવેઆ સ્ટ્રીટ લાઈટ શહેરીજનો માટે જાેખમી સાબિત થાય તેવી શક્યતા છે. શહેરના પોશ વિસ્તારથી લઈને કોટ બહારના વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલાના ડીપી ખુલ્લાં જાેવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે જેમ જેમ વરસાદ પડશે અને રોડ ઉપર પાણી ભરાશે તેમ તેમ સ્ટ્રીટ લાઈટ તથા સેક્શન પિલરમાં ખુલ્લા વાયરના કારણે શોર્ટ સર્કિટ તથા કરંટ લીક થવાની શક્યતાવધી જશે. શહેરમાં મુશળધાર વરસાદ પડે છે ત્યારે બેથી ત્રણ ફૂટ સુધીનાં પાણી ભરાય છે., જેના કારણે મટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈજાય છે. આવી સ્થિતિમાં જાે સ્ટ્રીટ લાઈટના વાયર ખુલ્લા હોય તો કરંટ આવવાની શક્યતા વધી જાય છે.
સ્ટ્રીટ લાઈટ બંધ હોય કે પછી વાયર ખુલ્લા હોય તો શહેરીજનો ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે. અથવા કોર્પોરેશનના લાઈટ વિભાગના કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવે છે.
ઉલ્લેખનીય છે કે વરસાદની શરૂઆત થતાંની સાથે જ વીજ થાભલા અને ડીપીમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવનાવધી ગઈછે. અને તેમાં પણ ખુલ્લા વાયરના કારણે ખોખરા વિસ્તારમાં આવેલ એક વીજ પેટીમાં શોર્ટ સર્કિટના કારણે ત્રણ ગાયને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ખોખરા ખોખરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી એક જગ્યામાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ સિવાય હાટકેશ્વર વિસ્તારમાં પણ વીજ થાંભલાના કરંટથી બે ગાયના મોત થયાં હતા. અક મહિલાએ ખાવાનો એંઠવાડ સ્ટ્રીટ લાઈટ પાસે નાખ્યો હતો, જે ખાવા માટે બે ગાય આવી હતી, જેમાં કરંટ લાગતાં તેમનાં મોત થયાં હતા. જ્યારે વટવાના વસંત ગજેન્દ્ર ગડકરનગરમાં રહેતા રર વર્ના આદિલ મોહંમદભાઈ અરબનું વીજ કરંટથી મૃત્યુ નીપજ્યું હતું.
આદિલ ઘર પાસે જ ચાર રસ્તા ઉપર આવેલી ખ્વાજાભાઈની કીટલીએ ચા પીવા ગયો હતો તે સમયે કીટલી પાસે આવેલા વીજ થાંભલામાંથી કરંટ આવ્યો હતો, જેના કારણે આદિલ ઉછળીને પટકાયો હતો અને તેનું મોત થઈ ગયું હતું.