આતંકીઓનું ૫ અને ૧૫ ઓગસ્ટે મોટો હુમલો કરવાનું ષડયંત્ર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
નવીદિલ્હી: સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો હવે ભારતમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા ભારતમાં કોમી તણાવ ફેલાવવા માટે જમ્મુના મંદિરો પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ૫ ઓગસ્ટ અને ૧૫ ઓગસ્ટના રોજ જમ્મુમાં મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ૫ ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાની બીજી વર્ષગાંઠ છે, જ્યારે ૧૫ ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ છે. આ પ્રસંગે આતંકવાદી સંગઠનો ભારતને હચમચાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાન ડ્રોન દ્વારા વિસ્ફોટકો નાખીને આ ષડયંત્રને અંજામ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરહદથી શહેર સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન સાથેની સરહદ પર સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનોનું ધ્યાન હવે કાશ્મીર કરતા જમ્મુ પર વધારે છે, જેના માટે તેઓ આઇઈડી મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.