Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતીઓએ ૨૨ મેટ્રિક ટન જેટલું સોનું વેચ્યું

Files Photo

નવીદિલ્હી: કોરોના સંક્રમણ અને લૉકડાઉને લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે. કોઈના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે તો કોઈની દુકાનોને તાળાં વાગી ગયાં છે. તેમાં પણ સૌથી વધુ અસર મધ્યમ અને ગરીબ વર્ગને થઈ છે. તેમને પેટે પાટા બાંધવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. લૉકડાઉનને કારણે પાયમાલ થઈ ચૂકેલા ગુજરાતીઓ આખરે ઘરેણા-દાગીના વેચવા મજબૂર થયા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે કોવિડની બીજી લહેર દરમિયાન ૧૧૧.૫ મેટ્રિક ટન સોનું વેચવામાં આવ્યું. તેમાં પણ ગુજરાત સૌથી આગળ રહ્યું, જ્યાં ૨૨ મેટ્રિક ટન અથવા તો કુલ સોનાનું ૨૦ ટકા સોનું માત્ર ગુજરાતીઓએ જ વેચ્યું.

આઇબીજેએના ડાયરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું કે, ‘લૉકડાઉનને કારણે આર્થિક નુકસાનથી આવક પર ભારે અસર પડી છે. લોકોની નોકરીઓ છૂટી ગઈ છે અથવા તો આવકના સાધન પર અસર પડી છે. એવામાં પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાય લોકોએ સોનું અથવા દાગીના વેચી દીધાં. દેશભરમાં વેચાયેલા સોનામાં ૨૦ ટકા સોનું ગુજરાતમાં જ વેચાયું.’ વર્લ્‌ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)મુજબ અનુમાનથી સોનાનું વેચાણ ક્યાંય વધુ થયું છેે. ડબ્લ્યુજીસીના ભારતના મેનેજિંગ ડાયરેક્ટર સોમાસુંદરમ પી આરે કહ્યું કે, ‘કોરોના કાળમાં લોકોએ પોતાની જરૂરત અથવા તો મેડિકલ ખર્ચા ઉઠાવવા માટે સોનું વેચ્યું. કિંમતમાં વધારાને કારણે પણ કેટલાક લોકોએ પ્રોફિટ બુકિંગ માટે સોનું વેચી નાખ્યું.’

ગોલ્ડ ડિમાંડ ટ્રેડના રિપોર્ટ મુજબ ‘કોવિડની બીજી લહેરે ગ્રામીણ ભારતમાં આવકને પ્રભાવિત કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓએ પણ મોટી માત્રામાં સોનું વેચ્યું. લોકો પર આર્થિક માર પડ્યો અને મેડિકલના ખર્ચા માટે પણ સોનું વેચ્યું.’ આની સાથે જ રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન વચ્ચે બીજી લહેર દરમિયાન ગોલ્ડ રિસાઈક્લિંગમાં ૩૩ ટકાનો વધારો જાેવા મળ્યો. સોમાસુંદરમે જણાવ્યું કે, ગોલ્ડ વેચવા ઉપરાંત ગોલ્ડ લોનમાં પણ વધારો જાેવા મળ્યો. તેમણે જણાવ્યું કે, સોના સાથે લોકોની ભાવના જાેડાયેલી હોય છે. માટે કેટલાક લોકોએ સોનું વેચવાને બદલે ગોલ્ડ લોન લઈ લીધી. ગોલ્ડની કિંમત વધુ હોવાને કારણે રિટર્ન પણ વધુ મળ્યું. ઇમ્ૈંએ પણ વેલ્યુ રેશિયો ૯૦ ટકા સુધીની લોનનો વધારી દીધો હતો.

કોરોનાનાની બે લહેર તો જેમતેમ કરી વટાવી ચૂક્યા છીએ, પરંતુ ત્રીજી લહેર કેટલી ભયાનક હશે તે વિશે હજી કંઈ અંદાજાે નથી. જાે કે બીજી લહેર દરમિયાન ગુજરાતમાં લૉકડાઉન નહોતું લગાવાયું ત્યારે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ત્રીજી લહેરમાં પણ કામ-ધંધા પર તાળાં મારવા સરકાર નહી કહે, પરંતુ સ્વાસ્થ્ય પર દરેક નાગરિકોનો ખર્ચો વધશે તેમાં બીજાે મત નથી. આવા મહામારીના સમયમાં આપણે માત્ર સાવચેતી અને શ્રેષ્ઠ આર્થિક આયોજન કરવું યોગ્ય રસ્તો છે. કેમ કે પૂર્વ આયોજનથી જ આપણા પૂર્વજાે છપ્પનિયા દુષ્કાળ જેવી સ્થિતિને પણ માત આપી શક્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.