GST કલેક્શનમાં ૩૩ ટકાનો મોટો ઉછાળો આવ્યો

નવી દિલ્હી, GST કલેક્શનના અંતર્ગત જુલાઈ મહિનામાં બમ્પર રકમ વસૂલવામાં આવી છે. આ મહિનામાં સરકારી ખજાનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ૧ લાખ ૧૬ હજાર ૩૯૩ કરોડ આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ૨૦૨૦ ની સરખામણીએ તેમાં ૩૩ ટકાનો વધારો થયો છે. જુલાઈ ૨૦૨૦ માં જીએસટી કલેક્શન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું. તેમાં ઝ્રય્જી્ ૧૬,૧૪૭ કરોડ, જીય્જી્ ૨૧,૪૧૮ કરોડ અને GST ૪૨,૫૯૨ કરોડ રૂપિયા હતું.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૨૦માં GST કલેક્શન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું. પરંતુ ૩૩ ટકા વધારા સાથે ૨૦૨૧ નું જીએસટી કલેક્શનમાં સ્ટેટ જીએસટી ૨૮૫૪૧ કરોડ, સેન્ટ્રલ જીએસટી ૨૨૧૯૭ કરોડ અને GST ૫૭૮૬૪ કરોડ છે. તમને જણાવી દઇએ કે, GST માં ૨૭,૯૦૦ કરોડ ઇન્પોર્ટ આવ્યા છે.
જ્યારે સેસથી ૭,૭૭૯ કરોડ રૂપિયા આવ્યા જેમાં ૮૧૫ કરોડ રૂપિયા ઇન્પોર્ટેડ ગુડ્સ પર લાગતા સેસથી આવ્યા છે. જીએસટીનું આ કલેક્શન ૧ જુલાઈથી ૩૧ જુલાઈની વચ્ચે GSTR-3B ફાઇલિંગ દ્વારા થયું છે. આ ઉપરાંત તે દરમિયાન ઇન્પોર્ટેડ ગુડ્સ પર વસુલવામાં આવેલા GST અને સેસને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે.